અંગદાન મહાદાન ! સુરતમાં પાટીદાર મહિલા નું અવસાન થતાં પરિવારના લોકોએ તેના અંગોનું દાન કરી ૫ લોકોને નવજીવન બક્ષ્યું…
હાલમાં અંગદાનને બધાં દાનો કરતા શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યું છે કેમકે તેનાથી એક વ્યક્તિને નવું જીવન મલી સકે છે.જે વ્યક્તિને તેના જીવન વિશે કોઈ માહિતી જ નથી હોતી કે તેઓ હવે જીવી શક્શે કે નહિ તેઓ આવા દાનથી ફરી એક વાર નવા જીવનમાં પ્રવેશ લેતા હોય છે.લોકો દ્વારા સોના, ચાંદી ,હીરા, મોતી, પુસ્તકો, વસ્ત્રો ,મીઠાઈ જેવા અનેક દાનો કરવામાં આવતા હોય છે પરંતુ તેનાથી માત્ર વ્યક્તિની જરૂરિયાત પૂરી થાય છે પરંતુ જો આવું અંગદાન કરવામાં આવે તો તેનાથી એક આખા મનુષ્યને નવું જીવન મલી સકે છે.
હાલમાં લોકોએ અંગદાન અંગે જાગૃતિ મેળવી છે જેનાથી અનેક લોકો પોતાના પ્રિયજનના મૃત્યુ પછી તેમના શરીરના અંગોનું દાન કરતા હોય છે અને આવા મહાદાન કરવા અંગે લોકોને પ્રેરણા પૂરી પાડતા હોય છે.સુરત અને દક્ષિણ ગુજરાતમાં અનેક લોકો આવા અંગદાન થી અનેક લોકોને નવજીવન આપવામાં મદદ કરી રહ્યા છે ત્યારે હાલમાં સુરતની બે મહિલા પાટીદારનું મૃત્યુ થતાં તેમના પરિવારના લોકોએ તેમના અંગોને દાન કરીને અન્ય ૫ વ્યક્તિઓમાં નવજીવન આપવામાં સહાય કરી છે.
જેનાથી જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓને આ ડોનેશન દ્વારા નવું જીવન મળ્યું છે.સુરતના ખેડા વિસ્તારમાં રહેતા ભારતીબેને વારંવાર ચક્કર આવતા તેમની દીકરી તેમને બોરસદ ની શ્રદ્ધા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં NRI કરતા જાણવા મળ્યું કે તેમના નાના મગજમાં એક ફુગ્ગા જેવું છે અને આથી નકામા ફુગ્ગા ને દુર કરવા માટે ભારતીબેન ને સુરતની કિરણ હોસ્પિટલમાં ૫ ઓકટોબર ના રોજ લઈ જવામાં આવ્યા હતા
અને ૬ ઓકટોબર ના રોજ સર્જરી કરવાથી તેમના આ મગજના નક્કામા ફુગ્ગાને દુર કરી દેવામાં આવયો હતો.પરંતુ તેમને બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.આથી સુરતના કિરણ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.મેહુલ પંચાગે દોનેટ લાઇફ ના સ્થાપક પ્રમુખ નિલેશ મંડલેવલા સાથે ભારતીબેન ના બ્રેઈન ડેડ અંગેની વાત કરી અને ડોનેટ લાઇફની ટીમ સુરત પહોંચી અને ભારતી બેનના પરિવારના લોકોને અંગદાન અંગેની માહિતી આપી.અને સમગ્ર પ્રક્રિયા જણાવી.
ભારતીબેન ની પુત્રીએ આ અંગદાન અંગે જણાવ્યું કે તેમના મમ્મી ભારતીબેન એક ધાર્મિક વૃત્તિ ધરાવતા અને તેઓ હંમેશા કહેતા કે શરીર તો બળીને રાખ થઇ જવાનું આથી અંગદાન કર્યે તો અનેક લોકોને નવજીવન મલી સકે છે.અને આજે આમ ભારતીબેન નું બ્રેન ડેડ થવાથી તેમના શરીરનો અંગોનું દાન કરવાથી અનેક જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓને મદદરૂપ થઈ શકાય છે.પરિવારના લોકોએ જ્યારે અંગદાન ની સંમતિ આપી
તો State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો.આ સંસ્થા દ્વારા ભારતીબેનના કિડની અને લીવરનું સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું અને ત્યાં સુરતના રહેવાસી એક ૨૨ વર્ષના યુવાનને કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.બીજી કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ બીલીમોરાના ૫૩ વર્ષના રહેવાસી એક યુવાનમાં અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના ૬૧ વર્ષના રહેવાસીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન બક્ષ્યું છે. તથા બંને આંખોનું પણ દાન કરવામાં આવ્યું છે.