અંગદાન મહાદાન ! ૨ લોકોના અંગદાનના કારણે આજે ૬ વ્યક્તિઓને નવજીવન મળ્યું અને સાથે અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી કે …..

હાલમાં અંગદાનને બધાં દાનો કરતા શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યું છે કેમકે તેનાથી એક વ્યક્તિને નવું જીવન મલી સકે છે.જે વ્યક્તિને તેના જીવન વિશે કોઈ માહિતી જ નથી હોતી કે તેઓ હવે જીવી શક્શે કે નહિ તેઓ આવા દાનથી ફરી એક વાર નવા જીવનમાં પ્રવેશ લેતા હોય છે.લોકો દ્વારા સોના, ચાંદી ,હીરા, મોતી, પુસ્તકો, વસ્ત્રો ,મીઠાઈ જેવા અનેક દાનો કરવામાં આવતા હોય છે પરંતુ તેનાથી માત્ર વ્યક્તિની જરૂરિયાત પૂરી થાય છે પરંતુ જો આવું અંગદાન કરવામાં આવે તો તેનાથી એક આખા મનુષ્યને નવું જીવન મલી સકે છે.હાલમાં લોકોએ અંગદાન અંગે જાગૃતિ મેળવી છે જેનાથી અનેક લોકો પોતાના પ્રિયજનના મૃત્યુ પછી તેમના શરીરના અંગોનું દાન કરતા હોય છે અને આવા મહાદાન કરવા અંગે લોકોને પ્રેરણા પૂરી પાડતા હોય છે.

કચ્છ જિલ્લા ના ભુજ તાલુકાના રૈયા ગામમાં રહેતી ખામાભા જાડેજા કે જેમની ઉંમર ૫૦ વર્ષ છે તેમને અચાનક માથામા ઈજા થવાથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોના અનેક પ્રયત્નો કરવા છતાં તે મહિલાને બચાવી શકાય નહોતી આથી તેમની જ્યારે ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેમને બ્રેઈન ડેમેજ થઈ જવાથી તેમનું મૃત્યુ થયું હતું.આ બનાવ બનતા મૃત્યું પામેલી ખામાબા ના પુત્ર અને સગા વ્હાલાઓ એ તેમના અંગનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.જેનાથી ત્રણ લોકોને નવજીવન મળ્યું હતું.

બીજી બાજુ જામનગરના એક વ્યક્તિ દ્વારા પણ આવું અંગદાન કરવામાં આવ્યું હતુ. જામનગર ના નિવાસી ૪૦ વર્ષના શંકર કટારાને પણ માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં મંગળવારે તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતાં.તેમને પણ બ્રેઈન ડેમેજ થવાનું સામે આવ્યું હતું.આથી તેમના પરિવારના લોકો એ કિડની અને લીવરનું દાન કરવાનું નક્કી કર્યું હતુ.આમ બે દિવસમાં દાનમાં ૪ કિડની અને ૧ લીવર નું દાન કરવામાં આવ્યું હતું.આ દાન થયેલા અંગોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ના કેમ્પસ માં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલ માં એક દર્દીને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ ને એશિયા ની સૌથી મોટી હૉસ્પિટલ તરીકે ઓળખાય છે.જેમાં મોટા મોટા અનેક ઓપરેશન સફળ રહ્યા છે અને લોકો ને નવજીવન મળ્યું છે.મંગળવારે અમદાવાદની આ હોસ્પિટલમાં બે દર્દીના દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું જેમાં ચાર કિડની અને બે લીવર દાનમાં આપ્યા હતા જેનાથી છ લોકોનાં જીવ બચાવવા માટે મદદ મળી હતી. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૮૮ દાતા ઓ ના કારણે ૨૭૭ લોકોને નવજીવન બક્ષ્યું છે.અને ફરીથી તેઓ આ જીવન જીવી રહ્યા છે.જેનાથી ૨૫૪ લોકોનો જીવ બચાવવા માં મદદ મળી છે.આમ શહેરી વિસ્તારની સાથે સાથે ગામના અને આંતરિયાળ વિસ્તારોમાં પણ અંગદાન અંગે જાગૃતિ જોવા મળી છે જે દેશ ના માટે બહુ જ ગર્વની વાત છે કે હજુ લોકોમાં માણસાઈ જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *