અંગદાન મહાદાન એ કોન્સેપ્ટ ને સાબિત કરી રાજકોટ માં અકસ્માતમાં મૃત્યુ પામેલી એક મહિલા ના પરિવારજનો એ તેમના અંગો ને દાન કર્યા
આપણે અવારનવાર અનેક અકસ્માતો માર્ગ પર જોતા હોઈએ છીએ તેમાં પણ રોડ પર આવા બનાવો તો બહુ જ વધારે પ્રમાણ માં જોવા મળતા હોય છે લોકો વાહનો ને ચાલવતા સહેજ પણ જો ફેરફાર થાય તો લોકો પોતે તો જીવ થી જાય જ છે પરંતુ સાથે સામે વાળા નિર્દોષ વ્યક્તિને પણ લેતા જાય છે આવા અનેક રસ્તા પરના અકસ્માતો ને આપડે સમાચાર માં કે વિડીયોમાં જોયા હશે .આવા અકસ્માતમાં લોકો પોતાનું જીવન ગુમાવી બેસતા હોય ચેર અને પરિવારના લોકો પોટરના પ્રિયજનો ખોઈ બેસતા હોય છે.
શહેરમાં રાજકોટમાં ગત ૨૯ જુનના બુધવાર ના રોજ દમયંતીબેન નામની એક મહિલા તેમના પતિ ભરતભાઈ સુતરીયા સાથે અનીડા ગામે તેમના સબંધી ને ત્યાં જયારે સમશાન યાત્રામાં જઈ રહ્યા હતા. દમયંતીબેન ના પતિ ભરતભાઈ સુતરીયા ગોડલ ચોકડી પાસે લાકડીયો કોલસો બનાવવાના મશીનનું કારખાનું ધરાવે છે. ત્યારે રાજકોટના નવા ૧૫૦ ફૂટ રીગ રોડ પાસે રહેલું સ્પીડ બ્રેકર ભરતભાઈના ધ્યાનમાં નહિ આવતા તેમણે બેલેન્સ ગુમાવ્યુ હતું અને જેના કારણે તેમના ધર્મ પત્ની દમયંતીબેન રસ્તા પર જ પટકાયા હતા. રસ્તા પર પટકાયા બાદ તેમના કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું,
આથી ત્યાં રાહદારીઓ ની ગાડી મારફતે તેમણે વોકહાર્ડ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. અહી ડો. જોગાણી દ્વારા દમયંતીબેન ને તાત્કાલિક ઓપરેશન કરી તેમને ICU માં દાખલા કરવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ના થવાના કારણે તેમનું ગઈ કાલે બ્રેઇનડેડ થઇ ગયું હતું અને તેમને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું હતું.માતા હોય કે પિતા હોય કે પરિવારના કોઈ પણ નાના મોટા અનેક સભ્યો આવી અણધારી ઘટના બની જતા પરિવાર ના તમામ લોકો ભાંગી પડ્યા હતા. અને તેમનો દુઃખ નો કોઈ પાર રહ્યો નહોતો.
તેમાં પણ ખાસ કરી ને જયારે માતા નો હાથ સંતાનોના માથા ઉપર થી ચાલ્યો જાય ને તો ઘરના બાળકો પોતાને નિઃસહાય બની જતા અનુભવે છે. આવામાં પણ જયારે દમયંતીબેનનું મૃત્યુ થતા તેમના પુત્રો કુલદીપ અને પ્રિન્સ તેમજ તેમના પતિ ભરતભાઈ ભારે હદય સાથે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તબીબો એ જણાવ્યું કે દમયંતીબેન ના હદય નું દાન થઇ સકે એવી સ્થિતિ નથી આથી તેમની બંને આંખ, કીડની, અને લીવરનું દાન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. તેમના આ અંગદાન થી હવે પાંચ જરૂરિયાત મંદ દર્દીઓના જીવન માં ખુશીઓ ની ઉજાસ આવશે.