રાજકોટના એક યુવકનું અંગદાન કરવામાં આવ્યું ! ૩ વ્યક્તિના જીવ બચ્યા… જાણો પૂરી વાત
રાજકોટ ભાવેશ બાલીયા નામના યુવાનનું ગઈકાલે કાલાવડ રોડ પર બાઈક સ્લીપ થયું હતું. જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. તેમજ આ કારણસર તેમના માથાના ભાગ ગંભીર ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં પરિવારના લોકો એ ભાવેશને પહેલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા અને ત્યારબાદ તેને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.
તેમજ ટુકી સારવાર બાદ તબીબો એ યુવાનને બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાન કરી અન્ય લોકોને નવજીવન આપવા નિર્ણય કર્યો. જે માટે અમદાવાદની ખાનગી હોસ્પીટલની ટીમ રાજકોટ આવી હતી અને જામનગર રોડ આવેલ ક્રાઈસ્ટ હોસ્પીટલની ગ્રીન કોરીડોર મારફત ભાવેશભાઈ ની બે કીડની, લીવર અને બે આંખોને એરપોર્ટ પહોચાડવામાં આવશે અને ત્યાંથી પ્લેન મારફત અમદાવાદ રવાના થશે.
આમ નોધનીય બાબત તો એ છે કે કીડની,લીવર અને બે આંખ ના દાન પછી ભાવેશભાઈ અન્ય ૩ વ્યક્તિમાં જીવિત રહેશે અને અમર રહેશે તેઓ પરિવારે વિશ્વાસ કર્યો હતો. આમ ક્રાઈસ્ટ હોસ્પીટલના ડો.શ્રેનુજ મારવાડીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટમાં કેરીંગ નું કામ કરતા ૪૨ વ્રશ્ના ભાવેશભાઈ બારૈયાનું બાઈક સ્લીપ થતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા પછી તેને પરિવારજનોએ પહેલા સિવિલ હોસ્પીટલમાં પછી ક્રાઈસ્ટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં તબીબો દ્વારા તપાસ થતા તેમનું બ્રેઈન ડેડ થઈ ગયું હતું.
તેમજ વધુમાં કહ્યે તો ભાવેશભાઈ નાં હદય, કીડની, આંખ, અને લીવર સહિતના અંગોનું દાન કરવામાં આવશે. અને અનોખી વાત તો એ છે કે આવા અકસ્માતમાં ખાલી મગજ ડેડ થાય છે. અને શરીરના બીજા અંગો સારી રીતે કામ કરતા હોઈ છે. તેમજ હાલ ગ્રીન કોરીડોર નાં માધ્યમથી ભાવેશભાઈની બે કીડની, લીવર અને બે આંખને અમદાવાદ ખાતે લઇ જવામાં આવશે.