વિશ્વમાં આપણા ગુજરાતનો ડંકો !હાઈડ્રોજનથી ચાલતું વાહન બનાવશે ગુજરાતની આ કંપની, કિંમત પણ સાવ ઓછી અને એવરેજ….
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવીજ શોધ વિશે વાત કરીશું જે ટ્રાઈટન ઈલેક્ટ્રીક વ્હીકલ કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ અનોખી શોધ વિશ્વમાં પ્રથમ વખત હાઈડ્રોજનથી ચાલતાં ટુ વ્હીલર છે. આવો તમને વિગતે જણાવીએ.
આમ આ બાઈકની કિંમત ની વાત કરીએ તો રૂપિયા 2 લાખની કિંમત છે તેમજ ભરપૂર એવરેજહાઈડ્રોજનથી મોપેડ ચલાવવામાં આવે તેવો પાઈલટ પ્રોજેક્ટ પ્રથમ વખત નડિયાદ ખાતેથી શરૂ થશે. હાલ 199ની એવરેજવાળું દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક ગુજરાતમાં બનશે. આ અંગે આણંદની ચરોતર ગેસ સહકારી મંડળી લિ અને ટ્રાઈટન ઈલે. વ્હીકલ વચ્ચે MoU થયા છે. તેથી સમગ્ર ભારતમાં સમભવત: વિશ્વમાં પ્રથમ વખત હાઈડ્રોજનથી ચાલતાં ટુ વ્હીલર બનાવવાની દિશામાં ટ્રાઈટન ઈલેક્ટ્રીક વ્હીકલ કંપની દ્વારા હાઈડ્રોજનના વ્હીકલ બનાવવામાં આવશે.
આમ વિશ્વમાં પ્રથમ વખત હાઈડ્રોજનથી ચાલતાં ટુ વ્હીલર બનાવવાની દિશામાં ટ્રાઈટન ઈલેક્ટ્રીક વ્હીકલ (ટીઈવી) કંપની દ્વારા હાઈડ્રોજનના વ્હીકલ બનાવવામાં આવશે. અલબત્ત, કંપની દ્વારા આ માટે સૌપ્રથમ ટુ વ્હીલર બનાવવામાં આવ્યા હોવાના દાવા સાથે તેનું પ્રોડ્કશન પણ આગામી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.આમ આ મોપેડ અંદાજિત 199ની એવરેજ આપે છે
તેથી તેને ચાર્જ કરવું કે વારંવાર ફૂએલ ટેન્ક ફૂલ કરવાનો કોઇ પ્રશ્ર્નાર્થ નહીં રહે. આ ઉપરાંત, મેઈન્ટેનન્સ પણ ઝીરો રહેવાનો દાવો કરવામાં આવ્યો છે. આમ આ હાઈડ્રોજન વાહન તમામ પ્રકારના સલામીતના પગલાંમાંથી પસાર કરીને બજારમાં મૂકવામાં આવ્યું છે. એમએમઓયુ દરમિયાન હાજર રહેલાં હાઈ પાવર સિસ્ટમ યુ. કે.ના સીઈઓ જય પટેલે જણાવ્યું હતું કે, હાઈડ્રોજન ગ્રીન ફ્યુલથી પોલ્યુશન નહીંવત થશે, જેનો ફાયદો પર્યવારણને થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.