ખેતી- મજૂરી કરનાર એક વ્યક્તિ ની રાતો રાત કિસ્મત પલટાઈ ગઈ, અને લાખોપતિ બની ગયો થયું એવું કે જેની કલ્પના પણ ન કરી હોય
ભારતમાં મહેનતુ અને તરકીબ ધરાવતા લોકોની ખામી નથી. અહી તમને દરેક બાબતે કોઈ કારીગરી કરતો માણસ મળતો જોવા મળશે. ભારતમાં આવા અનેક લોકો હુનરબાજ જોવા મળે છે જે પોતાના મહેનતના કારણે ચર્ચામાં હોય છે અહી મહેનતી લોકો બહુ જોવા મળે છે જે બીજા કોઈ દેશમાં જોવા મળતા નથી. ભારતીય લોકો પોતાનું પેટ ભરવા માટે સખત મહેનત કરી, દિવસ રાતની પરવાહ કર્યા વગર પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરતો જોવા મળે છે કહેવાય છે કે મહેનત કરશો તો સફળતા અવશ્ય મળશે. આવું જ કૈક આજ જોવા મળ્યું છે જેમાં એક ગરીબ મજુરી કામ કરતા વ્યક્તિ ને હાથે લાખો નો હીરો મળી આવ્યો છે.
મધ્યપ્રદેશ ના એક મજુર ની કિસ્મત રાતો રાત પલટાઈ ગઈ. જિલા પન્ના ની ઘરતી એ આ વ્યક્તિ ને એક જ વાર લાખોપતિ બનાવી દીધો. મજુર ને એક બેશકીમતી હીરો મળ્યો જેની કીમત લાખો રૂપિયા જણાવાઈ છે. દૈનિક ભાસ્કર ની રીપોર્ટ અનુસાર, હીરા નગરી ના નામે મશહુર, જિલા પન્ના ના ઝારકુઆ ગામ માં રહેનાર પ્રતાપસિંહ યાદવ ને ગઈ બુધવારના રોજ ખીણ માંથી હીરો મળ્યો હતો. કૃષ્ણ કલ્યાણપુર સ્થિત ઉથલી ખીણમાં તેમણે ૧૧. ૮૮ કેરેટનો એક હીરો મળ્યો. બતાવામાં આવી રહ્યું છે કે આ હીરા ની કીમત ૬૦ લાખ થી વધારે હોઈ સકે છે.
પ્રતાપસિંહ યાદવ એ ત્રણ મહિના સુધી રાત દિવસ મહેનત કરી અને અત્યારે તેમના હાથમાં આ હીરો આવ્યો. ન્યુઝ ૧૮ હિન્દી ના રીપોર્ટ અનુસાર , યાદવ ખેતી અને મજુરી કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. ગરીબી થી કંટાળી તેમણે ફેબ્રુઆરી માં સરકારી હીરા કાર્યાલય માં આવેદન આપ્યું. સરકાર પાસેથી ૧૦/૧૦ નું હીરા ની ખીણ ખોદવાનું કામ ભાડાપટ્ટા થી લીધું. પ્રતાપસિંહ યાદવ ની મહેનત અંતે રંગ લાવી અને તેમને ૧૧.૮૮ કેરેટ નો હીરો ખોદકામ કરતા મળી આવ્યો. હીરા અધિકારી રવિ પટેલ એ જણાવ્યું કે પ્રતાપસિંહ ને મળેલો હીરો જેમ્સ ક્વાલીટી નો છે.
નીલામી માટે હીરા ને રાખવામાં આવશે ૧૨ % રોયલ્ટી બાદ કરી ને બાકીના પૈસા હીરા મેળવનાર એટલે કે પ્રતાપસિંહ ને આપવામાં આવશે. પ્રતાપસિંહ યાદવે આ હીરાને સરકારી ઓફીસમાં જમા કરાવ્યો છે. પ્રતાપસિંહ યાદવે ભગવાન જુગલ કિશોરજી નો આભાર માન્યો છે અને કહ્યું કે તેઓ હીરામાંથી મળેલા પૈસા માંથી તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે.સાથે બાળકો ના ભણતર માટે પણ વાપરશે. થોડા મહિના પહેલા જ પન્ના ની ધરતી પરથી સુશીલ સુકલા ને પણ આવી જ રીતે માલામાલ બનાવી દીધા હતા. સુશીલ સુકલા ને લગભગ ૨૦ વર્ષ થી આ હીરા ની તલાશ હતી પરંતુ તેમના હાથમાં હમેશા નિરાશા જ આવતી હતી. અંતમાં સુશીલ શુક્લા ને ૧ કરોડ થી વધારે કીમત નો ૨૬.૧૧ કેરેટ નો હીરો મળ્યો હતો.