મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોની મદદે આવ્યા પ.પૂ. મોરારીબાપુ !મૃતકના પરિવારજનોને આપશે આ સહાય…

મિત્રો આપણે સૌ આજે પરિચિત છીએ કે ગઈકાલે રવિવારે મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયાની ઘટના પછી મોરબી જ નહીં, આખું ગુજરાત સ્તબ્ધ બની ગયું હતું. સોશિયલ મીડિયામાં સરકાર પર સવાલો ઊઠે એ પહેલાં જ ગાંધીનગરમાં બેઠેલા ભાજપના મીડિયા સેલના કેટલાક લોકોએ જૂનો વીડિયો વાઇરલ કરીને સરકારનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. આમ આ સાથે તમને જણાવી દઈએ કે આ ઝૂલતો પુલ તૂટી પડતા 400 લોકો પાણીમાં ડૂબ્યા હતા જેમાંથી 141 જેટલા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જયારે બાકીના ઈજાગ્રસ્ત લોકોને તરત જ નજીકના અથવા તો ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

તેમજ આ દુર્ઘટના થયા બાદ સ્થાનિક પ્રશાસનની સાથો સાથ NDRF અને દેશની સૈનાના ત્રણેય કાફલા બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. છેલ્લા આઠ કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહીતના કચ્છ, રાજકોટ,ગાંધીનગર અને અમદાવાદની NDRFની ટીમો બચાવ કાર્યમાં લાગી ચુકેલી છે.આ અંગે હેલ્પલાઇન નંબર 028222433300 જાહેર કરવામાં આવ્યો હતો.

આમ તેવાંમાં ઘણાં મોટા મોટા લોકો મદદ કરવા માટે ખુબજ પ્રયત્નો કરી રહયા છે એની કેન્દ્ર સરકાર દ્વારા મૃત લોકોના પરિવારને 4 લાખની સહાઈ પણ આપવાનું નિવેદન આપ્યું છે. તેમજ આ સાથે મોરબી ખાતે પુલ દુર્ધટનામાં મોરારીબાપુએ સંવેદના વ્યકત કરી; પ્રત્યેક મૃતકના પરિજનોને રુપિયા 5-5 હજારની સહાયતાનું વચન આપ્યું તેમજ આ સાથે મળતી માહિતી અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આ અત્યંત કરુણ અને દુઃખદ ઘટનામાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે

તેમને માટે પૂજ્ય મોરારીબાપુએ રાજસ્થાનનાં નાથદ્વારામાં ચાલી રહેલી રામકથામાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આમ જ્યારે કાલે સાંજે એમને નાથદ્વારા ખાતે આ સમાચાર પ્રાપ્ત થયા ત્યારે તેમણે ઊંડું દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને મૃતકોનો ચોક્કસ આંકડો નક્કી થયા બાદ પ્રત્યેક મૃતકના પરિજનોને રુપિયા 5-5 હજારની સહાયતા રાશિ પણ અર્પણ કરવામાં આવશે તેવું વચન પણ આપ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *