કચ્છ ના પાબીબેન રબારી એક સમયે માત્ર 300 રુપિયા કમાતા આજે લાખો રુપીયા કમાઈ છે અને દુનિયા ના અનેક દેશો મા…

જેમ તમે જાણોજ જાણોજ છો કે જીવનમાઁ સફળતા મેળવવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે. તેમજ લોકો તેમના જીવનમાં ખુબજ ઓછો અભ્યાસ કર્યો હોવા છતાં પણ મોટા મોટા ધંધો સંભાળતા હોઈ છે. હાલ એક તેવાજ વ્યક્તિ મહિલા વિશે વાત કરીશું. જે મહિલા પાબીબેન રબારીની પ્રેરણાદાયક સ્ટોરી તમને 100% ગમશે. ચાલો તમને તેના વિશે વિસ્તારમાં જણાવીએ.

પાબીબેન રબારી પાબીબેન ડૉટકૉમના સંસ્થાપક છે તેમને ગુજરાતના કચ્છમાં સ્થિત મહિલા કારીગરોની આ કર્મને જન્મ આપ્યો હતો. તે જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થઇ ગયું હતું. એ સમયે તેની માતાને ત્રીજી બાળક જન્મ થવાનું હતું. અને તે એજ હાલતમાં પોતાના બાળકોનું પેટ ભરવા માટે મહેનત મજરૂયી કરતી હતી. પાબીબેનથી પોતાની માતાનો સંઘર્ષ છૂપો નહોતો.

પાબીબેન જણાવે છે કેઃ “મેં ધોરણ ચાર બાદ અભયસ કરવાનો છોડી દીધો હતો. કારણ કે તેનાથી વધારે શિક્ષા પ્રાપ્ત કરવાની અમારામાં હેસિયત નહોતી. જયારે હું 10 વર્ષની થઇ ત્યારે પોતાની માતા સાથે લોકોના ઘરમાં પાણી ભરવાનું કામ કરતી હતી જેના માટે અમને 1 રૂપિયો મળતો. થોડા સમય બાદ તેને પોતાની માં પાસે પારંપરિક કઢાઈ કરવાનું શીખી લીધું.” પાબીબેન આદિજાતિ સમુદાય ઢેબરિયા રબારી સમુદાયના છે જે પરંપરાગત ભરતકામને જાણે છે. આ સમુદાયમાં એક રિવાજ છે કે છોકરીઓ કપડા ભરત ભરી અને તેમના સાસરે દહેજમાં લઇ જાય છે. એક વસ્ત્ર એક કે બે મહિનામાં તૈયાર થાય છે.જેના કારણે દહેજ માટે કપડાં બનાવવામાં તેઓને 30-35 વર્ષ સુધી તેમના માતાપિતાના ઘરે રહેવું પડતું હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે આ સમુદાયના વૃદ્ધ લોકોએ નિર્ણય કર્યો કે તેઓ પોતાના માટે ભરતકામનો ઉપયોગ કરશે નહીં.

,,

1998માં પાબીબેન રબારી મહિલા સમુદાયમાં જોડાયા. જેને એક એનજીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. તે ઇચ્છતા હતા તે કે આ કલાનો અંત ન આવે અને સમુદાયના નિયમોનો પણ ભંગ ના થાય. તેથી તેમને હરિ જરીની શોધ કરી જે ટ્રિમ અને રિબિનની જેમ તૈયાર કપડાં ઉપ્પર કરવામાં આવતા એક મશીનથી એપ્લિકેશન થાય છે. છ-સાત વર્ષ આ કામ કર્યા પછી તેમને ગાદી કવર, રજાઇ અને કપડા પર ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું, જેના માટે તેને મહિને 300 રૂપિયા મળતા હતા.

પાબીબેન 18 વર્ષના હતા ત્યારે જ તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને અહીંયાથી જ તેમનું જીવન બદલાવવાનું શરૂ થયું. કેટલાક વિદેશીઓ તેમના લગ્ન જોવા આવ્યા હતા. તેમને પાબીબેન દ્વારા બનાવવામાં આવેલા બેગ જોયા, તે તેમને ખૂબ જ ગમ્યા. પાબીબેને તેમને આ બેગ ભેટ તરીકે આપવાનું નક્કી કર્યું. તેઓ જે બેગ લઇ જતા હતા તે પાબી બેગ તરીકે જાણીતા થયા અને તે પાછળથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત બની.

થોડા સમય બાદ તેમને ગામની મહિલાઓ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું, અને તેમને પાબીબેન ડોટકોમને જન્મ આપ્યો. તેમને પહેલો ઓર્ડર 70 હજાર રૂપિયાનો મળ્યો જે અમદાવાથી મળ્યો હતો. ત્યારબાદ તેમને ગુજરાત સરકાર તરફથી પણ ગ્રાન્ટ આપવામાં આવી. આજે પાબીબેનની ટીમમાં 60 મહિલા કારીગરો છે અને તે લગ્નઃગ 25 પ્રકારની ડિઝાઇન બનાવે છે. તેમની વેબસાઇટનું ત્રણ ઓવર 20 લાખ રૂપિયાનું છે. તેમને 2016માં ગ્રામીણ ઇન્ટરપ્રેન્યોર માટે જાનકી દેવી બજાજ પુરસ્કાર ધ્વરા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની બનાવેલી બેગો બૉલીવુડ અને હોલીવુડી ફિલ્મમોમાં પણ જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.