પૈસા હૈ તો સબ કુછ હૈ ! આવા આલીશાન લગ્ન નહીં જોયા હોય, દુલ્હનને સોનાની ઈંટોથી તોલવામાં આવી…જુઓ લગ્નની ખાસ તસવીરો
મિત્રો તમે આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર એવા ખુબજ અનોખા લગ્નના વિડીયો અને તસવીરો જોતાજ હોવ છો જેમાંથી અમુક લગ્ન તો ખુબજ અનોખા જોવા મળતા હોઈ છે જે તમે તમારા જીવનમાં ભાગ્યેજ જોયા હશે. તેવીજ રીતે હાલ એક તેવાક અનોખા અને ભાગ્યેજ જોયેલા લગ્ન સામે આવી રહયા છે જે જોઈ તમે પણ વિચારમાં પડી જશો. આ લગ્નમાં દુલ્હનને સોનાની ઈંટો વડે તોલવામાં આવી હતી જેનો વિડીયો અને તસવીરો હાલ ખુબજ વાયરલ થઇ રહી છે.
આમ આ ભવ્ય લગ્નની મળતી માહતી પ્રમાણે આ લગ્ન સમારોહ દુબઈમાં યોજાયો હતો. તેમજ હાલમાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ખુબજ મોટી માત્રામાં સોનું છે અને આ સોનાનની ઈંટો દ્વારા દુલ્હનને તોલવામાં આવી રહી છે જે જોઈને યુઝર્સ ખુબજ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વીડિયોમાં દેખાતું સોનું અસલી નથી, પરંતુ નકલી છે. જ્યારે આ લગ્ન થીમ આધારિત હતા.
લગ્ન મંડપને ફિલ્મ ‘જોધા અકબર’ની થીમ પર શણગારવામાં આવ્યો હતો અને ત્રાજવા રાખવામાં આવ્યા હતા. આમ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો પાકિસ્તાની યુવતી લેવિશ મેરેજના લગ્નનો છે તો વળી આ સાથે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર dulhadotnet નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
આમ આ વાયરલ વીડિયોને હવે 50 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. એક યુઝર કહે છે કે લગ્નમાં આટલો ખર્ચ કરવાની પ્રથા ખોટી છે. કેટલાક લોકોએ તેને પૈસાની બગાડ ગણાવી છે. જો કે કેટલાક યૂઝર્સ એવા છે જેમને વેડિંગ થીમ ખૂબ જ પસંદ છે. લોકોનું કહેવું છે કે આ લગ્નમાં વેડિંગ પ્લાનર્સે ઘણું સારું કામ કર્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
View this post on Instagram