પલસાણા: હાઈવે પર કુલ.40.86 લાખનું વિદેશી દારૂ એવી હાલતમાં પોલીસે પકડી પાડ્યું કે તમે પણ ગોથા ખાઈ જશો ! બુટલેગરોએ LPG ગેસ…
હાલ છેલ્લા ઘણા સમયથી ચોરી, લુંટફાટ, દારૂની હેરાફેરી જેવા કિસ્સા તેમજ બુટલેગરોનો ત્રાસ ખુબજ વધતો જોવા મળી રહ્યો છે. દારૂની હેર ફેરી અને ખરીદ વેચાણ કરવા માટે હવે બુટલેગરો નવા નવા પેતરાઓ અજમાવતા જોવા મળી રહ્યા છે. તેવામાં હાલમાંજ બે બુટલેગરોને પોલીસે પકડી પાડ્યા છે. જેમ બુટલેગરોએ દારૂ ઘુસાડવા માટે એવો કીમિયો કર્યો હતો કે તમે પણ ગોથા ખાઈ જશો. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો દારૂની હીરાફેરીનો આ કિસ્સો પલસાણા પાસેથી સામે આવી રહ્યો છે જ્યાંના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ચેકપોસ્ટ પરથી વિદેશ દારૂ ભરેલી ટેન્કર ઝડપી પાડ્યું હતું. ખાલી LPG ગેસના ટેન્કર માંથી કુલ કુલ 40,560 નંગ વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કબ્જે લીધી હતી આમ પોલીસે ટેન્કર તેમજ દારૂ મળી કુલ 47,68,700/-ની કિંમતની મુદ્દામાલ કબ્જે લઈ ગુના સંદર્ભે ટેન્કર ચાલક મુકેશ કુમાર પન્નાલાલ કલાલ (ઉ.વ.35 રહે.કરાવલી જી.ઉદયપુર રાજસ્થાન) તથા ક્લીનર નિર્ભયસિંહ જામલસિંહ રાજપૂત (ઉ.વ.38 રહે.બસિગામ ઉદયપુર ,રાજસ્થાન નાઓને અટક્યાત કરી દારૂ મોકલનાર તેમજ મગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. બી.ડી.શાહ સહિતના એલ.સી.બી શાખા સુરત ગ્રામ્યના કર્મચારીઓને ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે, “એક સફેદ કલરના નંબર વગરના એચ.પી ગેસના ટેન્કરનો ચાલક તથા ક્લીનર પોતાના કબ્જાના ટેન્કરમાં મોટા પ્રમાણમા વિદેશીદારૂનો જથ્થો ભરી મુંબઈ થી અમદાવાદ જતા ને.હા નં-48 ઉપર અમદાવાદ તરફ જનાર છે.
હાલમાં ટેન્કર નવસારી પસાર થનાર છે.” તેવી ચોકકસ બાતમી મળતા LCB પોલીસની ટીમે માખીંગા ગામે ને.હા.નં-૪૮ ઉપર વોચ ગોઠવી નંબર વગરના એચ.પી. ગેસ લખેલ ટેન્કરને થોભાવ્યુ હતુ પ્રથમતો ટેન્કર ચાલકે ગેસ ભરેલું ટેન્કર કહ્યું હતુ જોકે પોલીસને ચોક્કસ બાતમી હોવાથી ચેક કરતા ટેન્કરની અંદરથી પુસ્પા ફિલ્મની સ્ટાઇલમાં લઈ જવાતી હજારોની સંખ્યામાં વિદેશીની પેટીઓ મળી આવી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.