અંબાણી પરીવાર ની નાની વહુ પમ જેમતેમ નથી ! અધધ…આટલા કરોડ ની એકલી છે માલિક..
જેમ તમે જાણોજ છો કે દેશના મોટા બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની સગાઇ રાધિક મર્ચન્ટ સાથે થઇ ગઇ છે. બન્નેના રોકા શ્રીનાથજી મંદિરમાં સંપન્ન થયા હતા. જે પછી આ પ્રસંગની ખાસ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ હતી જેમાં અનંત અને રાધિકા બન્નેના ચહેરા પર સ્પષ્ટ રીતે ખુશી દેખાઇ રહી હતી, પરંતુ હાલમાં ચર્ચા ચાલી રહી છે, કે મુકેશ અંબાણીના ઘરની નાની વહુ બનનારી રાધિકા મર્ચન્ટ છે કોણ ? અને તેની કુલ સંપત્તિ કેટલી છે? તો આવો આજે તમને રાધિકા મર્ચન્ટ અને તેના વિષે વિગતે ચર્ચા કરીએ.
હાલમાંજ અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઇ છે જેની તમને સૌ કોઈને ખબર હશે. તેમજ તેઓ હવે ટુક સમય માજ લગ્ન કરવાના છે. તો વળી વાત કરીએ રાધિકા મર્ચન્ટની તો તેઓ મુકેશ અંબાણીના નજીકના મિત્ર વીરેન મર્ચન્ટની દીકરી છે. તેમજ અનંત અંબાણી અને રાધિકા બંને છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને જાણે છે અને બન્ને રીલેશનમાં પણ છે. રાધિકા મર્ચન્ટ આ વર્ષે ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેના અરંગેત્રમ સમારોહ ભવ્યતાની સાથે મુકેશ અંબાણીએ આયોજિત કર્યો. તેમજ જો તમને નો ખ્યાલ હોઈ તો તમને જણાવી દઈએ કે રાધિકા અંબાણી પરિવાર સાથે ખુબજ સારા અને ખાસ બોન્ડ ધરાવે છે. ખાસ કરીને તેને તેની સાસુ નીતા અંબાણી સાથે ખૂબ જ ગાઢ બોન્ડિંગ છે
આમ બીજી બાજુ રાધિકાના પણ તેની ભાભી સાથે ખૂબ સારા સંબંધો છે તેમજ જો વાત કરવામાં આવે તો ગુજરાતી પરિવારમાં જન્મેલી રાધિકાએ મુંબઈની કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલ અને ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને પછી ઉચ્ચ અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. તે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકીય અને અર્થશાસ્ત્રમાં સ્નાતક થઈ હતી. તેણીએ તેનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી હાલ તે એન્કોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે. ખૂબ જ વૈભવી જીવન જીવતી રાધિકા મર્ચન્ટની નેટવર્થ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 8 થી 10 કરોડની આસપાસ છે.
તેમજ આ સાથે જો તેમના પિતા વીરેન મર્ચન્ટની વાત કરવામાં આવે તો ઘણા અહેવાલો અનુસાર તેમની કુલ સંપત્તિ 755 કરોડ રૂપિયાની આસપાસ છે. વિરેન મર્ચન્ટ પણ દેશના સૌથી અમીર બિઝનેસમેનમાંથી એક છે. આવી સ્થિતિમાં રાધિકા આટલી સંપત્તિની એકમાત્ર વારસદાર છે. બીઝનેસ તો બરોબર પરંતુ રાધિકા મર્ચન્ટને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓનો ખુબજ રસ છે. તેણી એક ટ્રેન્ડ ભારતનાટ્યમ ડાન્સર છે આ ઉપરાંત તેને વાંચવાનો પણ ખુબજ શોખ છે તેમજ તેની જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રાન્ડ થીયેટર BKCના સ્ટેજ પર અરંગેત્રમ ડાન્સ પર્ફોર્મન્સની ખૂબ ચર્ચા થઈ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.