પંચમહાલ : કોણ જાણે ક્યારે શું થશે ? વરરાજાને ખભા પર બેસાડીને નાચતા યુવક અચનાક જ ઢળી પડ્યો અને પછી થયું મોત…જુઓ વિડીયોમાં

આમ તો હાલ વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર જ નહીં પરંતુ આખા દેશ પર હાર્ટઅટેકથી મૌત થનારા લોકોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે હવે સ્વસ્થ માણસોમાં પણ ડરનો માહોલ છવાય ગયો છે. કારણ કે વર્તમાન સમયમાં એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં હસતા ખેલતા ક્યારે મૌત આંબી જાય છે તેનો ખ્યાલ રહેતો હોતો નથી. આવી જ ઘટના પંચમહાલ જિલ્લામથી સામે આવી છે જ્યા એક યુવકને નાચતા નાચતા જ મૌત આંબી હતું.

પોતાના મિત્રના લગ્નના ફુલેકામાં હર્ષો ઉલ્લાસ સાથે નાચી રહેલા યુવકને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા જે બાદ તે નીચે ઢળી પડ્યો હતો, જે બાદ યુવકને હોસ્પિટલ ખસેડતા ત્યાં સારવાર લઇ રહેલા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે લગ્નમાં અચાનક જ ખુશી માંથી શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ અમુક એહવાલો અનુસાર સામે આવ્યું રહ્યું છે કે યુવકને હદયરોગને લીધે મૃત્યુ થયું હતું

જાણવા મળી રહ્યું છે કે આ ચોંકાવનારી ઘટના પંચમહાલ જિલ્લાના હડફ તાલુકામાંથી સામે આવી છે જ્યા વરઘોડામાં નાચી રહેલા યુવકને કપરો કાળ ભરકી ગયો હતો.મૃત્યુ પહેલાનો હાલ એક વિડીયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે મૃતક યુવક પોતાના ખભા પર વરરાજાને બેસાડીને ડાંસ કરી રહ્યો છે, એવામાં ત્યાં અચાનક જ તે ઢળી પડે છે જે બાદ સારવાર અર્થે ખસેડતા ત્યાં તેનું કમકમાટી ભર્યું મૌત નીપજે છે.

હવે દાડે દિવસે હાર્ટઅટેકની ઘટનાઓ ખુબ જ વધી રહી છે, પેહલા એક સમય હતો જ્યારે ઘરડા લોકોને જ હદયરોગ તથા આવી અનેક બીમારીઓ હોય છે પરંતુ વર્તમાન સમયમાં તો નાની ઉંમરમાં યન્ગ યુવાનોમાં પણ આવી તકલીફ દેખાતી હોય છે ખરેખર જે ખુબ ગંભીર વાત કહેવાય. તમે જોયું જ હશે કે ગુજરાત રાજ્યમાં નહીં નહીં તો કેટલાય બધા એવા હ્નદયરોગને લીધે થયેલ મૃત્યુની ઘટનાઓ તમારી સામે આવી હશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *