કડીમાં પેરા ગ્લાઈડિંગ કરતાં કોરિયન યુવકનું કમકમાટી ભર્યું મોત ! ઘટના એવી બની કે, ” પેરાશૂટ…જાણીને ધ્રુજી જશો
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માત, તો વળી ઘણી વાર કોઈ હત્યાના કિસ્સામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક વિદેશી યુવકનું મૃત્યુ થયું છે. આ ઘટના જાણી તમને પણ આંચકો લાગશે. આવો તમને આ અકસ્માતની ઘટના વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ અકસ્માતની ઘટના કડી તાલુકાના ધરમપુર ગામમાંથી સામે આવી રહી છે જ્યાં બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરાયું હતું. જેમાં વડોદરાના બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં આમંત્રણ પાઠવ્યું હતું. જેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા. પરંતુ તે દરમિયાન જ એવી ઘટના બની કે આવો તમને ઘટના વિગતે જણાવીએ.
થયું એવું કે કોરિયનથી આવેલા બે લોકો દ્વારા પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાની હતી.આમ આ બંને કોરિયન લોકોએ ગઈકાલે ધરમપુરથી વિસતપુરા સુધી પેરાશૂટથી ટ્રાય માર્યો હતો. જે દરમિયાન ગઈકાલે સાંજના સમયે બંને કોરિયન પેરાશૂટથી ટ્રાય મારી રહ્યા હતા. જેમાંથી એક 50 વર્ષીય કોરિયન SHIN BYEONGMOOAN દ્વારા વિસતપુરા ગામે ટ્રાય મારવાનું ચાલુ હતું, જે દરમિયાન અચાનક કોઈ કારણોસર પેરાશૂટ ક્રેક થઈ જતાં જમીન ઉપર પછડાયું હતું. પછડાતાંની સાથે જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિસતપુરા ગામની હાઈસ્કૂલની પાછળ ખુલ્લા મેદાનમાં પછડાતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કોરિયનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
તેમજ એવી માહિતી સામે આવી રહી છે કે કોરિયન પેરાશૂટ હવામાં ડ્રાઈવ કરતી વખતે ટેક્નિકલ ખામીના કારણે નીચે પછડાયો હતો જેનું મોત નીપજ્યું હતું. કડીની સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલ તપાસ ચાલી રહી છે. તેમજ મૃતકના મૃતદેહને કોરિયન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આમ જ્યારે ગામના સ્થાનિક જોડે વાત કરતા તેમણે જણાવ્યું કે, શાળામાં બે દિવસીય કાર્યક્રમ હોવાથી આ બંને કોરિયન ગામમાં પેરાશુટના ટ્રાયલ માટે આવ્યા હતા. કદાચ પતંગની દોરીથી પેરાશૂટ ડેમેજ થઈ ગયું હોય એવું ગામના લોકોનું માનવું છે.
કડીમાં પેરાગ્લાઇડીંગ કરતો કોરીયન શખ્સ પટકાયો, ઘટના પાછળના કારણોને લઇ અનેક અટકળો (VIDEO)#MAHESANA #KADI #DHARAMPUR #SOUTHKOREAN #Paragliding pic.twitter.com/d5YfohJVTH
— Watch Gujarat (@WatchGujarat) December 25, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો