ત્રણ મહિના પહેલા જ લગ્ન થયેલા પરીણીતા એ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ માત્ર એટલું જ કે…

હાલ દેશમાં અને રાજ્યમાં અવાર-નવાર આપઘાત નાં મામલાઓ સામા આવતા હોઈ છે. જેમાં ઘણી વખત આપઘાતની પાછળ નું કારણ ખબર પડતું હોઈ છે. તો ઘણી વખત તે આપઘાત કરનાર વ્યક્તિની સાથેજ દબાઈ જતું હોઈ છે. આવા આપઘાતના મામલા પછી જેતે આપઘાત કરનાર વ્યક્તિનું પરિવાર ખુબજ ગમમાં ગરકાઈ જાય છે. હાલ એક તેવોજ આપઘાતનો કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને આ ઘટના વિષે રૂબરૂ કરાવ્યે.

આ આપઘાતની ઘટના ગાંધીનગર માંથી સામી આવી રહી છે. જ્યાં રાંદેસણની પરિણીતાએ લગ્ન જીવનના ત્રણ મહિનામાં જ પંખે લટકીને જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે એવી જાણકારીઓ મળી છે કે લગ્નના ટૂંકા ગાળા દરમિયાન પણ પતિ દરરોજ મોડી  રાત સુધી ઘરે પરત નહિ આવવાને કારણે દંપતી વચ્ચે માથાકૂટ થતી હતી. આમ એક માસ પહેલા પણ ઝગડો થતા પરણીતાએ આપઘાત કરી લેવાની ધમકી તેના પતિને આપી હતી.

ઇન્ફોસિટી પોલીસ મથકના સુત્રોના જણાવ્યા પ્રમાણે ‘ મૂળ દહેગામ વાસણા રાઠોડ ગામના રાજેન્દ્રસિંહ બિહોલાની બંને દીકરીના લગ્ન ગઈ તા. ૪-૨-૨૦૨૨નાં રોજ રાંદેસણ ગામના કરણસિંહ વાઘેલાના બંને દીકરા સાથે એકજ માંડવામાં કરવામાં આવ્યા હતા. મોટી દીકરીના લગ્ન મયુરસિંહ જોડે જયારે નાની દીકરીના લગ્ન મયુરસિંહનાં નાના ભાઈ હાર્દિકસિંહ સાથે કરવામાં આવ્યા હતા. આમ જે પછી બંને દીકરીઓ સાસરીમાં રહેતી હતી. જેમાં મોટી બહેન કામિનીબાનો પતિ મયુરસિંહ કુડાસણ ખાતે બુલેટ મોડીફીકેશન નો વ્યવસાય કરે છે.

આમ નવા લગ્ન થયા હોવા છતાં પણ મયુરસિંહ રાત્રે મોડા ઘરે આવતા હતા. અને જે પછી કામિનીબા અને મયુરસિંહ વચ્ચે અવાર નવાર ઝગડાઓ થતા. અને ઝગડાઓ દરમિયાન એક વાર પત્ની કામિનીબાએ આપઘાત કરવાની પણ ધમકી આપી હતી. અને એક વખત ગુરુવારના રોજ મયુરસિંહ રોજની જેમ મોડી રાત્રે ઘરે આવ્યા અને આવીને જમી લીધું પછી ડ્રોઈંગ રૂમમાં પોતે લેપટોપ ખોલી તેના પર કામ કરવા લાગ્યો અને તેની પત્ની તેના રૂમમાં એકલીજ સુતી હતી.

જે પછી દિવસે દેરાણી એટલ્કે કમીનીબાની નાની બહેન તેના રૂમમાં ગઈ હતી. જ્યાં મોટી બહેનને પંખે લટકેલી જોઈ જોરથી ચીસ પાડી હતી. અને પરિવારજનો દોડી આવ્યા હતા. તેમજ આ અંગે ઇન્ફોસિટી પી.આઈ વી.જી. રાઠોડે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મયુર ઘરે મોડો આવતા અવાર નવાર તેની કામિનીબા ની સાથે ઝગડાઓ થતા હતા જેના ત્રાસથી તેણે આપઘાત કર્યું  હોવાનું જણાઈ રહ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *