રાજકોટ માં પરણિતા એ ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવી લીધું! આત્મહત્યા કરતા પેહલા પતિને ફોન કરી કહ્યું કે…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
આ આપઘાતની ધ્રુજાવી દેતી ઘટના રાજકોટ શહેરના રેલનગરમાંથી સામે આવી છે. જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં રહેતી રસિલાબેન નરેશભાઇ કેડીયા(કોળી)(ઉ.વ.32)એ સાંજે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરતા પહેલા રસીલાબેને તેના પતિને કોલ કરીને પૂછ્યું હતું કે જમવાનું શું બનાવું?
આમ આ ઘટનાની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં પ્ર.નગરના પીએઅસાઇ કે. એસ. ભગોરા અને તોરલબેને જરૂરી કાર્યવાહી કરી હતી.સાંજે તેણીએ મને ફોન કરીને ‘જમવાનું શું બનાવું?’ તેમ પુછતાં મેં તેને છોકરાઓને જે ભાવે તેમ બનાવો તેમ કહેતાં તેણીએ ફોન કટ કરી નાંખ્યો હતો. એ પછી મેં ફરી ફોન જોડતાં રિસીવ થયો નહોતો. ત્યાં દિકરી શાળાએથી આવી ત્યારે દરવાજાનું ઇન્ટર લોક બંધ હોઇ મને જાણ થતાં મેં ઘરે પહોંચી બીજી ચાવીથી તાળુ ખોલીને જોતાં હોલમાં જ પત્નિ લટકતી મળતાં તુરત નીચે ઉતારી હોસ્પિટલે ખસેડી હતી.તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
તેમજ તમને જણાવીએ તો રસીલાબેન ના પહેલા પતિ સાથે છુટ્ટા છેડા થઇ ગયા હતા જે બાદ તેના નરેશભાઈ કેડિયા સાથે આ બીજા લગ્ન હતા. તેણીને સંતાનમાં એક આઠ વર્ષની દિકરી છે આમ વાત કરીએ તો નરેશભાઇના પ્રથમ પત્નિ શીતલબેનનું કોરોનામાં અવસાન થયું હતું. તેને આગલા ઘરના દિકરો-દિકરી છે.નરેશભાઇ જ્વેલર્સની દૂકાનમાં કામ કરે છે.તેણે જણાવ્યું હતું કે ગઇકાલે જ અમે પત્નિના માવતરને ત્યાં આટો મારવા ગયા હતાં અને ધાબળા સહિતની ચીજવસ્તુ પત્નિએ ત્યાંથી લીધી હતી.તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પ્ર.નગર પોલીસે તપાસ યથાવત રાખી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.