કોર્ટે આ પટેલ યુવતી ને આજીવન કેદ ની સજા ફટકારી ! કારણ જાણી ને હચમચી જશો
પાટણમાં સગા ભાઈ અને ભત્રીજીની હત્યા કરનાર કિન્નરી પટેલને કોર્ટે આપી આજીવન કેદની સજા. સમગ્ર કેસની વિગતો જોઈએ તો પાટણ જિલ્લામાં આ કેસ બહુ ચર્ચિત બન્યો હતો અને એનો ચુકાદો પણ આવી ગયો છે
૨૦૧૯માં ડબલ મર્ડરની આ ઘટના બની હતી જેમાં કિન્નરી પટેલ નામની યુવતીએ પોતાની મિલકત માટે પોતાના સગાભાઈ તથા ફકત ૧૪ માસની ભત્રીજીને પોટેશિયમ સાઇનાઇડ આપી દીધું હતું જેમાં તેના ભાઈ તથા ભત્રીજીનું મોત થયું હતું. આ ઘટનામાં કોર્ટે થોડા દિવસ અગાઉ જ કિન્નરી પટેલને પાટણ સેશન્સ કોર્ટે ડબલ મર્ડર ના ગુનામાં આરોપી સાબિત કરી હતી. જેના પગલે ત્રણ વર્ષ બાદ કિન્નરી પટેલને પોતાના છેલ્લા શ્વાસ સુધી જેલમાં કેસ રેહવાની સજા ફટકારવામાં આવી છે.