સ્વર્ગવાસ પામેલી મા ની યાદ મા પુત્ર એ એવુ પગલુ ભરી લીધુ કે આંખ મા આસુ આવી જશે ! જાણો પુરી ઘટના…

અત્યારે આપડે અવારનવાર અનેક કિસ્સા આત્મહત્યાના જોવા મળે છે આવો જ એક કિસ્સો હાલમાં બની ગયો છે આ ઘટના પાટણ ના કાકોશી ગામમાં રહેતા સુરેશની છે જેને પોતાની સ્વર્ગવાસ પામેલી માતાની યાદમાં ઉધઈ મારવાની દવા ગટગટાવી લેતા બે દિવસની સારવાર બાદ મોત થયું હતું ..આ બાબતે કાકોશી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો .

સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં રહેતા ૨૦ વર્ષીય સુરેશ બળવંતરાય એ     આઈટીઆઈ માં અભ્યાસ કરેલો હતો .જેની માતા ૪ વર્ષ અગાઉ સ્વર્ગવાસ પામી હતી .ત્યારથી સુરેશ ની ઉપર ઘરની તમામ જવાબદારી આવી ગઈ હતી .તેની મૃતક માતાને તે ખુબ યાદ કરતો હતો.માતાની યાદ આવતા તેને  અવાર નવાર મગજમાં તનાવ રહેતો જેથી તેણે સોમવારે સવારે તેના ગામના વાડામાં ઉધઈ મારવાની દવા પીય લેતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો .તે વખતે સારવાર દરમ્યાન તે ભાન માં આવતા  પિતાને જણાવ્યું હતું કે મને માતાની યાદ આવતા મેં આ પગલું ભર્યુ છે .

વધુમાં તેના પિતા તરફ થી જાણવા મળ્યું કે.  સુરેશ ને એ ચાર ભાઈઓ છે જેમાં સૌથી મોટો દીકરો પરણિત છે જે તેની પત્ની સાથે વડોદરામાં નોકરી કરે છે અને બીજા નંબરનો પણ વડોદરામાં રહે છે .જયારે ત્રીજા નંબરનો સુરેશ અને નાનો દીકરો મારી સાથે ગામમાં રહેતા હતા .સુરેશ છૂટક મજુરી કરતો ને રસોઈ સહિતની ઘરનું કામ કરતો હતો .  તેને તેની માતા પ્રત્યે ખુબ લગાવ હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *