પાટણના આ યુવક યુવતીની નવરાત્રી સફળ રહી ! ગરબા રમવા ગયા હતા, એક બીજાને દિલ દઈ બેઠા, હવે લગ્ન….. જાણો
કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં પાટણના આ યુવક અને યુવતીને ગરબા રમતા રમતા આંખ મળી ગઈ તો બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા, તમે પણ વાંચીને કહેશો પ્રેમ તો આને કહેવાય.આવો તમને વિગતે જણાવીએ.
તેમજ તમે જાણોજ છો કે લોકો અલગ અલગ ગરબા ગ્રુપ બનાવીને ગરબા રમતા હોઈ છે. અને તેવાજ એક ગ્રુપના એક યુવક અને યુવતીને ગરબા રમતા રમતા પ્રેમ થઇ ગયો હતો તો એક વર્ષ પહેલા માતા-પિતાની મરજી પ્રમાણે ધામધૂમથી લવ મેરેજ કર્યા હતા, આ કપલ આજે ગૃપ સાથે ગરબા રમે છે અને કપલ કેટેગરીમાં ઇનામ પણ જીતે છે. જો પાટણવાસીઓ ગરબા ન રમે તો તેમના માટે આ તહેવાર અધૂરો રહી જાય છે.
આમ તેથી પાટણવાસીઓ નવરાત્રીના તહેવારમાં મહોલ્લા, પોળ, સોસાયટી કે પાર્ટીપ્લોટમાં ગરબા ગાવા માટે જતા હોય છે અને નવરાત્રીના પર્વની ખાસ ઉજવણી કરતા હોય છે, આ વર્ષે પણ પાંચ અલગ અલગ જગ્યાએ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોટરેક્ટ કલબ દ્વારા પણ વર્ષ ૨૦૨૨ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૃપના સભ્ય જેમને પ્રેમ લગ્ન કર્યા હતા તેમનું નામ દર્શીલ પટેલ હતું, દર્શીલ પટેલએ જણાવતા કહ્યું હતું કે અમારા ગૃપમાં ૨૦૦ કરતા પણ વધારે લોકો જોડાય છે
તેમજ નવરાત્રિની સાથે સાથે દરેક તહેવારોની એક સાથે ભવ્ય ઉજવણી કરતા હોય છે, આમ જે બાદ દર્શિલ અને તેની પત્ની અમી રાવલ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા એટલે ગરબા રમતા રમતા બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો તો બંનેએ પરિવારના લોકોની મરજી પ્રમાણે એક વર્ષ પહેલા જ લગ્ન કરી લીધા અને હાલમાં તેઓ તેમનું નવું લગ્ન જીવન જીવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.