પટેલ આધેડે વ્યાજખોરો ના ત્રાસ થી તળાવ મા કુદી આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ વાંચી આંચકો લાગશે…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક આધેડ વ્યાજખોરોના ત્રાસથી તળાવમાં કૂદી ગયો અને મોતને વ્હાલું કર્યું. તેમજ સ્યુસાઇડ નોટ પણ લખી હતી. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના મહેસાણાના ખેરવા ગામ માંથી સામે આવી રહી છે જ્યાં ગણપત ગણપત યુનિવર્સિટીમાં પટાવાળા તરીકેની ફરજ બજાવતા મુકેશભાઈ ત્રિભોવનભાઈ પટેલે સ્યુસાઈડ નોટ લખી ત્રણ દિવસ પહેલા પૈસા માંગતા વ્યાજખોરના ત્રાસથી ગામના સુજલામ સુફલામ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આમ જે બાદ બુધવારે તળાવમાંથી લાશ મળી આવતાં પરિવાર પર દુઃખનું આભ ફાટી પાડ્યું હતું.
આમ આ ઘટના બાદ થયું એવું કે વિમલ નામના પોલીસકર્મીએ પંચનામામાં પગ લપસી જતાં મોત થયું હોવાનું લખતાં ભારે હોબાળો થયો હતો. જોકે તે બાદ બીજા મોટા પોલીસ પોલીસ અધિકારીઓએ આવીને આખરે મૃતકની દીકરીની ફરિયાદ આધારે વ્યાજખોર ગાંડા દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તેમજ તમને જણાવીએ તો મૃતકે સ્યુસાઇડ નોટમાં વ્યાજે લીધેલા એક લાખના રૂ.3.30 લાખ ચૂકવ્યા હોવા છતાં પાંચ લાખ રૂપિયા માગી ઘર પડાવી લેવાની ધમકી અપાતી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આમ આ સાથે વાત કરીએ તો મુકેશ પટેલે આત્મહત્યા કરતાં પહેલાં સ્યુસાઇડ નોટમાં લખેલુંય પૂરું લખાણ જણાવીએ તો લખ્યું હતું કે, ‘મારું મરવાનું કારણ મેં રબારી ગાંડાભાઈ જોડેથી એક લાખ લીધેલ હતા, એક લાખ વ્યાજ સહિત મેં હપ્તે હપ્તેથી આપતો હતો. પાંચ લાખ રૂપિયા મારી પાસે માગે છે. મેં અત્યાર સુધી 3 લાખ 30 હજાર ચૂકવેલ છે. આજે મને રૂબરૂમાં ઘર પડાવી લેવાની વાતો કરે છે અને જો મારા રૂપિયા નહીં આપે તો મને મારી નાખવાની અને મને રૂબરૂ મળે ત્યારે ગાળો અને ના બોલવાના શબ્દો બોલે છે. મારા તરફથી મોટી સજા કરશો. એ જ લિ. પટેલ મુકેશભાઈ ટી.ના જય માતાજીનું લખાણ છે.’
આ આપઘાતની ઘટનાને આધારે મૃતકની દીકરીએ ફરિયાદ નોંધાવી છે કે મારા પપ્પા રોજ બાઇક લઇને નોકરી પર જતા, પણ એ દિવસે બાઇક લઇને નહોતા ગયા. મારા કાકાની દીકરીને બાઇકની ચાવી આપી અને કહ્યું કે તારી મોટી મમ્મીને કહેજે હું ગાડીમાં બેસીને બહાર જવાનો છું, જેથી અમને શંકા જતાં અમે શોધખોળ હાથ ધરી હતી. શોધખોળમાં દરમિયાન ગામના સુજલામ સુફલામ તળાવના કિનારેથી પપ્પાનું સ્વેટર મળી આવ્યું હતુ, આમ જેથી પપ્પા ગુમ થયાની અમે પોલીસને અરજી આપી હતી. તરવૈયાઓએ તળાવમાં શોધખોળ કરી પણ કંઇ મળ્યું નહોતું. જ્યારે બે દિવસ બાદ તળાવમાં તરતી લાશ જોવા મળતાં અમે પોલીસને જાણ કરી હતી. આમ જે બાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો