મહેસાણાનો પટેલ ખેડૂત 20 વીઘામાં આ પાકની ખેતી કરીને વર્ષે કરે છે લાખોની કમાણી ! બીજા રાજ્યોમાં પણ છે તગડી ડીમાંડ…જાણો વિગતે
ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આજના સમયમાં જ્યારે યુવાનો મોટી મોટી સરકારી નોકરી ઓપચલ દોડી રહ્યા છે ત્યારે ઘણા એવા પણ ખેડૂતો છે જેણે ખેતી કરીને ખુબજ સારી એવી આવક મેળવી છે. ત્યારે આજે અમે તમને એક તેવાજ ખેતુદ વિષે જણાવીશું જેમણે પરીક્ષા આપવામાં મોડું થતાં પોલીસ બનવાનું સપનું રોળાયું, સરકારી નોકરીમાં અરજી કરવાનું છોડી આ પાકની ખેતી કરીને વર્ષે લાખોની કમાણી કરી છે.
અમે વાત કરી રહ્યા છીએ તે ખેડૂત મૂળ મહેસાણા તાલુકામાં આવેલા લાઘણજ ગામે રહેતા પટેલ પ્રવીણભાઈ અંબાલાલ ૬૫ વર્ષીય કે જેઓ પોતાના ખેતરોમાં બોરના છોડ ઉગાડી તેમાં શિયાળાની સીઝન દરમિયાન બોરનું અન્ય રાજ્યમાં વેચાણ કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ગયા વર્ષે 40 વીઘાના ખેતરોમાં બોર ઉગાડી અન્ય રાજ્યોમાં વેચી 40 લાખ જેટલી આવક મેળવી હતી, ત્યારે આ વર્ષે પણ તેઓને ગત વર્ષ જેટલી જ આવક થશે તેવી આશા છે.
તો વળી પ્રવીણભાઈ પટેલ છેલ્લા ૩૦ વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓએ ૪૦ વીઘામાં બોરનું વાવેતર કર્યું છે. જેમાંથી વીઘા પોતાના ખેતર અને ૨૦ વીઘા ભાડે રાખી ખેડૂત મોટી આવક મેલ્બ્વી રહ્યો છે તો વાળી શિયાળાની સીઝન તો તેમના માટે ખુબજ નફાકારક સાબિત થઇ જતી હોઈ છે. તો વળી દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે લાઘણજ ખાતે રહેતા પ્રવીણ ભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મેં વર્ષ 1981માં બી.કોમ પાસ કર્યું હતું. અભ્યાસ સાથે પિતાજીને ખેતીમાં પણ મદદ કરતો હતો. મારુ સપનું પોલીસ અધિકારી બનવાનું હતું,
વધુમાં જણાવ્જોયું કે, હું અમદાવાદ ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે સાધન સમયસર ન મળતા હું મોડો પડ્યો હતો. જેથી પોલીસની પરીક્ષા આપી શક્યો ન હતો. ત્યારે બીજી વાર પરીક્ષા આપતા નપાસ થયો હતો. ત્યારથી મેં સરકારી નોકરીમાં અરજી કરવાનું છોડી દીધું હતું અને માતા-પિતાના ખેતીના વ્યવસાય સાથે જોડાઈ ખેતી કરવા લાગ્યો હતો. આમ દર વર્ષે આમરી બોરની વાડીઓમાંથી 9 થી 10 હજાર મણ બોર નીકળે છે, જેમાં 50 ટકા ખર્ચો આવે છે. ગત વર્ષે બોર વેચી 40 લાખ રૂપિયાની તગડી આવક મેળવી હતી.
તેમજ તમને જાણીને નવાઈ લાગશે કે લાઘણજમાં ઉગતા બોર મહેસાણા જ નહીં પણ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, જમ્મું કાશ્મીર સુધી વેપારીઓ વેચવા લઈ જાય છે. ત્યારે આ વેપારી 20 કિલો બોરના 400 થી 600 રૂપિયા કિંમતે વેચાણ કરે છે. ગામમાંથી રોજ સાંજે 20 ગાડીઓ ભરીને બોર અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે. આમ ખેડૂતે 40 વિઘાના ખેતરોમાં છેલ્લા 13 વર્ષથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને બોરના છોડને પાણી પીવડાવી રહ્યા છે. બોરના છોડનું વાવેતર કરવા માટે જમીન ઉતાર ચડાવ તેમજ રેતાળ હોવાના કારણે આવી જમીનો પર બોર ઝડપી અને સારા ઉગે છે. અને ઉલ્લેખનીય છે કે પ્રવીણ ભાઈ પટેલ પોતે તો બોરનું વેચાણ કરી તગડી આવક મેળવી રહ્યા છે. સાથે સાથે તેમના ખેતરમાં મજૂરી કરવા આવતા 80 લોકોને પણ મજૂરી આપી રોજગાર પૂરું પાડી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો