સૌરાષ્ટ્રના આ પટેલ યુવાનની ઓસ્ટ્રેલિયા મા છે બોલબાલા ! દરેક કાર નો નંબર “મુખી” લેવા માટે ખર્ચે છે લાખો રુપીયા… કારણ..

આપણા ગુજરાતીઓ શોખ માટે કાઈ પણ કરી જાણે અને ઘણી વખત કાર અને બાઇક ના મનપસંદ નંબર મેળવા માટે લાખો રુપીયા ખર્ચ કરી નાખતા હોય છે ત્યારે તાજેતર મા જ એક યુવાને પોતાની ફોર્ચ્યુનર ની કાર ના નવ નંબર લક્કી હોવાનુ કહી ને એ નંબર મેળવા માટે 10 લાખ રુપીયા ખર્ચ કરી નાખ્યા હતા ત્યારે આજે એક એવા જ પટેલ યુવાનની વાત કરીશુ જે ઓસ્ટ્રેલીયા મા મોંઘીદાટ ગાડીઓ ફેરવે છે અને સાથે યુનીક નંબર મેળવવા માટે લાખો રૃપીયા ડોલર મા ખર્ચ કરી નાખે છે.

આપણે જે પટેલ યુવાન ની વાત કરવા જઈ રહ્યા છીએ એનુ નામ મંથન રાદડિયા છે. જે હાલ ઓસ્ટ્રેલીયા મા છે અને તેનુ મુળ વતન સૌરાષ્ટ્ર નુ અમરેલી જીલ્લા મા છે. મંથન રાદડિયા એ ઓસ્ટ્રેલીયા મા 5 ફેરવી છે અને દરેક કાર નો નંબર “મુખી” છે તમને જાણી ને નવાઈ લાગશે પણ દરેક કાર નો નંબર MUKHI છે અને આ નંબર મેળવવા માટે ઘણાબધા ડોલર ચુકવે છે.

જો મંથન રાદડિયાની વાત કરીએ તો તે અમરેલી જીલ્લાના સાવરકુંડલા ના ધજડી ગામ નો વતની છે જે છેલ્લા ચાર વર્ષ થી ઓસ્ટ્રેલીયા મા જ રહે છે. ગુજરાત મા ધોરણ 12 નો અભ્યાસ પુરો કરી મંથન વધુ અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલીયા ના મેલબોર્ન મા ગયો હતો જ્યા મંથને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ અને ત્યાર બાદ ડિપ્લોમાં ઈન હોસ્પિટાલિટીનો કોર્સ કર્યો હતો. જો કે મંથન ને ત્યા કાઈ અલગ જ બિઝનેસ મા રસ જાગ્યો હતો અને ઈન્ડિયાથી ગ્રોસરી ઈમ્પોર્ટ વેંચવાનુ કામ ચાલુ કર્યુ અને તેમા તેને ઘણી સફળતા મળી.

મંથને હાલ ઓસ્ટ્રેલિયાની પર્થ સીટી મા પોતાની ગ્રોસરી પ્રોડક્ટ વેચવા માટે એક વેર હાઉસ પણ ખોલી લીધુ છે. આ બાબતે મંથને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ‘ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ મેલબોર્નમાં પહેલી કાર ખરીદી તો એક હજાર ડોલર ખર્ચીને MUKHI નંબર પ્લેટ લઈ લીધી હતી. ત્યાર બાદ પર્થમાં પણ આજ નંબર પ્લેટથી એક કાર લીધી હતી. મેં ઓસ્ટ્રેલિયામાં ચાર વર્ષમાં પાંચ કાર બદલી છે, જેમાં જીપથી લઈને ઓડી કાર સામેલ છે. આ તમામ કારનો નંબર MUKHI હતો. હવે હું બે હજાર ઓસ્ટ્રેલીયન ડોલર (1.11 લાખ) ખર્ચીને વધુ એક MUKHI નામ વાળી નંબર પ્લેટ લેવાનો છું.’

મંથને કાર નો નંબર મુખી જ શુકામ પસંદ કર્યો ? તો આની પાછળ નુ એક કારણ એ હતુ કે મંદન ના દાદા લાલજીભાઈ રાદડિયા એક સમયે ગામના મુખી હતા અને તેવોનુ ગામ મા ઘણુ માન સન્માન હતુ જ્યારે તેવો ઘોડો લઈને ગામ માથી નીકળતા ત્યારે લોકો તેને ઘણુ આદર સન્માન આપતા આ ઉપરાંત જયારે સરપંચ નો હોદ્દો આવ્યો ત્યારે પણ લોકો દાદાની સલાહ લેતા અને આ તમામ વાત તેવો ને તેના ફઈ દ્વારા જાણવા મળી હતી.

વધુ મા મંથને જણાવ્યુ હતુ કે દાદા 1942 થી 1977 સુધી મુખી રહેલા અને લોકો તેને મુખી જ કહેતા અને ત્યાર બાદ તેમના પિતા ને પણ લોકો મુખી તરીકે જ ઓળખતા આ ઉપરાંત મંદન ને મણ લોકો હાલ ઓસ્ટ્રેલિયા ને નામ થી નહી પણ મુખી તરીકે જ ઓળખે છે અને આ જ કારણ જે કે મંથન પોતાની દરેક કાર નો નંબર મુખી લે છે. અને આ નંબર સાથે ખાસ લગાવ છે.

મંથન ની દરેક કાર ની નંબર મુખી હોવાથી ઓસ્ટ્રેલિયન લોકો પણ જોઈ ને ચોંકી જાય છે અને મંથન ને આ બાબતે પુછતા હોય છે. જ્યારે મંથન ભારત આવ્યો ત્યારે તેના પિતા ને એક કાર ગીફ્ટ કરી હતી અને તેમા પણ મંથને કાર પર મુખી લખાવી આપ્યુ હતુ.

મંથના ના પરીવાર ની વાત કરવામા આવે તો મંથનનો પરિવાર હાલ અમદાવાદના નિકોલમાં ગોપાલ ચોક પાસે એક ટેનામેન્ટમાં રહે છે. અને માતા નુ નામ કૈલાશબેન અને પિતા નુ નામ અનિલભાઈ છે જે વર્ષો પહેલા હીરા નુ કામ કરતા અને સમય જતા તેવો એ કામ બદલાવેલ છે અને હાલ હવે ઘી નો વ્યાપાર કરે છે જયારે નાનો દીકરો અભિષેક હાલ ભણી રહ્યો છે.

મંથન જ નહી પરંતુ અનેક ગુજરતી ઓ છે જે વિદેશ મા પોતાની મનપસંદ નંબર પ્લેટ લગાવવા માટે લાખો રુપીયા ખર્ચ કરી નાખે છે જેમા ખાસ કરીને “જાડેજા” “પટેલ” જેવી નંબર પ્લેટ જોવા મળે છે અને આ માટે તે લાખો રુપીયા ડોલર મા ચુકવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.