19 વર્ષની પટેલ દીકરી એ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું ! આ કારણે પિતા અંતિમ સંસ્કાર મા પણ હાજર ના રહી શક્યાં
હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી હાલમાં નાના બાળકો પણ આવા દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે.
આજે પણ એક દિલને રડવા પર મજબુર કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરી એ આત્મહત્યા કરતા તેના પિતા તેના અનતિમ દર્શન કરવા પણ આવી શક્યા નથી જે એક પિતા માટે કેટલા આઘાતની વાત કેવાય એ તો આપણે સમજી જ સક્યે છીએ.પારડી તાલુકાના ધગડમાળ ગામે નિશાળ ફળિયા ખાતે રહેતી અને ઉદવાડા ખાતે લેબોરેટરી માં નોકરી કરતી નીકીતાબેન દિલીપભાઈ પટેલ જેની ઉમર ૧૯ વર્ષ ની છે તે પોતાના ઘરના છતના લાકડા ની સાથે ઓઢણી બાંધી ને ફાસો ખાઈ જીવન ટુકાવ્યું હતું.
પારડીની રહેવાસી નિકિતા તેના માતા અને ભાઈ સાથે રહેતી હતી જયારે પિતા દિલીપભાઈ છેલ્લા ૪ મહિના અગાઉ જ પરિવારના સારા ભરણપોષણ માટે વિદેશ ગયા હતા. બુધવારે સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ ઘરમાં નિકિતા ફાસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેને જોઈ આસપાસ દોડધામ મચી જવા પામી હતી. પરિવારે તાત્કાલિક નીચે ઉતારી તેને નજીક માં જ રહેતા ડો. મહેશભાઈ પટેલને બોલાવ્યા હતા જ્યાં તેમણે નિકીતાને મૃત જાહેર કરી હતી.
આ બાબતની જયારે પિતાને જાણ થઇ તો તેઓ વિદેશમાં પડી ભાંગ્યા હતા અને મળેલી વિગતો મિજબ પિતા દીકરીના અંતિમ દર્શન કરવા પણ આવી શક્યા ન હતા.આથી પરિવાર ભારે દુઃખ અનુભવી રહ્યું છે. ખરેખર એ પરિવાર કે જ્યાં આવું દુઃખ આવી પડતા એક પિતા જ હોય છે જે ઘરના તમામ સદ્સ્યને સાચવી સકે છે પરંતુ જયારે પિતા જ આ દુઃખ ની ઘડીમાં પરિવારની સાથે હાજર ના હોવાથી તેમની સુ દશા થઇ હશે.