ગુજરાતના વેપાર-ઉદ્યોગક્ષેત્રે સફળ પાટીદારોએ હવે વિદેશમાં પણ ખેતી શરૂ કરી, વર્ષેદહાડે કમાઈ રહ્યા છે કરોડો રૂપિયા…જાણો તેમની સફળતા

મિત્રો જેમ તમે જાણોજ છો કે દરેક વ્યક્તિને ધનવાન થાવનું ભૂત સવાર હોય છે, વિસ રાત વધુ પૈસા કમાવવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે. ઘણા લોકો પોતાની બુદ્ધિથી પણ વધુ પૈસા કમાતા હોય છે હાલ એક તેવાજ ગુજરાતી વ્યક્તિઓ વિશે વાત કરીશું જે હાલ પટેલોએ ઓસ્ટ્રેલિયામાં વેચાતું પાણી લઈને અનાજ-ફળો વાવ્યાં, લાખોના ખર્ચ સામે કરોડો કમાતા થયા. આવો તમને વિગતે જણાવીએ.મિત્રો વાત કરીએ તો પાટીદારો તો ધરતીપુત્ર કહેવાય છે. ખેતી તેમના લોહીમાં રહેલી છે. વેપાર-ઉદ્યોગક્ષેત્રે સફળ પાટીદારોએ હવે વિદેશમાં પણ ખેતી શરૂ કરી છે અને એમાંથી તેઓ વર્ષેદહાડે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.

આવું જ કંઈક હાલમાં ઓસ્ટ્રેલિયાના ખેતીક્ષેત્રે થઈ રહ્યું છે, જ્યાં ગુજરાતીઓએ પોતાના સેંકડો એકરના ફાર્મ ખરીદ્યા છે અને વિવિધ પાક લઈ રહ્યા છે.આમ આ અંગે મૂળ ગુજરાતી અને વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા રિપલભાઈ પટેલ, અશ્વિનભાઈ રિબડિયા અને ભાવેશભાઈ દોંગા સાથે વાત કરી હતી, જેમાં તેમણે ઓસ્ટ્રેલિયામાં ખેતી અને એની સંભાવનાઓ ઉપરાંત એમાંથી થતી આવક અંગે વાત કરી હતી. તેઓ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના ગ્રિફિથ ઉપરાંત નોર્ધર્ન વિક્ટોરિયાના શેપર્ટન શહેરમાં ખેતી કરીને ડોલરમાં કમાણી કરી રહ્યા છે.

આમ વાત કરીએ તો વસવાટ કરતા અશ્વિનભાઈ રિબડિયા વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયા ગયા હતા, જ્યાં 2 વર્ષ ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચરનો કોર્સ કર્યા બાદ પોતાની ખેતી ચાલુ કરી. પોતાના સાહસ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું, મેં શરૂઆતનાં 7 વર્ષ ફાર્મમાં કામ કર્યું, પછી મારું પોતાનું ફાર્મ ખરીદ્યું. એ માટે મેં રિયલ એસ્ટેટ એજન્ટનો સંપર્ક કર્યો હતો. બાદમાં બેંકમાંથી લોન લઈને ઘરથી 20 કિલોમિટર દૂર 80 એકરનું ખેતર ખરીદ્યું છે. હાલ બે ફાર્મ છે. મારે ત્યાં ફુલટાઈમ 3 લોકો અને સીઝનમાં 15 લોકો કામ કરે છે. ખેતરમાં સફરજન અને ચેરી વાવ્યાં છે. તેમના ફાર્મમાં દર વર્ષે પ્રતિ હેક્ટર 70 ટન સફરજન થાય છે, જ્યારે 12 ટન ચેરીનું ઉત્પાદન થાય છે.

 

મૂળ જેતપુર અને શેપર્ટનમાં જ રહેતા અને ખેતીકામ કરતા ભાવેશભાઈ વાલજીભાઈ દોંગાએ કહ્યું હતું, ભારતમાં હું પ્રોડક્શન એન્જિનિયરિંગ ભણીને વર્ષ 2005માં અહીં આવ્યો. અહીં ડિપ્લોમા ઇન એગ્રિકલ્ચરનું ભણ્યો, કારણ કે એમાં સ્કોપ સારા હતા. શરૂઆતમાં મેં સ્ટડી સાથે રેસ્ટોરન્ટમાં અને બીજી જગ્યાએ નોકરી કરી. કોલેજમાંથી ટ્રેનિંગ માટે ખેતરોમાં કામ કર્યું. બાદમાં મેં ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટમાં ગ્રિફિથમાં 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજે 5 કરોડ રૂપિયા)માં 250 એકરનું ફાર્મ લીધું, જેમાં બીજા 5 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું. હાલમાં મારા ખેતરમાં ઘઉં વાવેલા છે, પરંતુ ભવિષ્યમાં મારું ચેરી, ઓરેન્જ અને પ્લમ વાવવાનું આયોજન છે. ધારો કે અહીં પ્રતિ હેકટર 25 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર (14 લાખ રૂપિયા)ની આવકનો અંદાજ રાખીએ છીએ, એટલે કે 5મા વર્ષે આશરે 1 મિલિયન ડોલર (5.50 કરોડ) જેટલું રિટર્ન મળે છે, જે ધીમે ધીમે વધતું જાય છે.

આમ આ સાથેજ ઓસ્ટ્રેલિયામાં વર્ષોથી યુવા ગુજરાતીઓ ભણવા કે નોકરી-ધંધા માટે જાય છે. તેઓ મોટાભાગે મૉટેલ, હોટેલ, ઘર કે રેસ્ટોરન્ટમાં કામ કરે છે. પણ સ્માર્ટ ગુજરાતીઓની ધીમે ધીમે ખેતી પર નજર પડી. અમુક ગુજરાતીઓ તો પહેલાં જ ખેતરમાં ફળો વિણવાનું કામ કરતાં હતા. ગુજરાતીઓને લાગ્યું કે અહીં તો ખેતીમાં પુષ્કળ તકો છે. ગુજરાતી અને એમાં પણ પાટીદાર માટે ખેતી કોઈ નવી વાત નહોતી. ઉપરથી ઓસ્ટ્રેલિયા મેદાની પ્રદેશ છે અને અહીં એકરોના એકર સમતળ જમીન ખેતી માટે એકદમ માફક છે. ઉપરાંત જમીન ખરીદી નિયમો, સરળ લોન જેવી સુવિવાઓના કારણે ગુજરાતીઓ ખેતીમા ઝંપલાવતા ગયા. શરૂઆતમાં મજૂરી કરતાં ગુજરાતીઓ આજે સેંકડો એંકર જમીનનો માલિક બની ગયા છે અને કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે.

તેમજ ત્યાં કપાસ, અનાજ, નારંગી, સફરજન, બદામ અને તડબૂચની ખેતી થાય છે. વિદેશમાં મોટે ભાગે મશીન દ્વારા ખેતીકામ થતું હોય છે, જેને પગલે ઓસ્ટ્રેલિયામાં ખેતપેદાશ અને જમીન પ્રમાણે ઓછામાં ઓછા 5થી લઈને 70 જેટલા વર્કરની જરૂર પડે છે. પોતાના નામે જમીન ખરીદવા માટે ત્યાના નાગરિક કે ગ્રીનકાર્ડ હોવું જરૂરી છે અથવા તમારી પાસે વિઝા ન હોય તો ત્યાંના પીઆર કે નાગરિક સાથે મળીને કંપની ઊભી કરીને પણ ખેતર ખરીદી શકાય છે. આમ સરેરાશ ખેડૂત કે ફાર્મ મેનેજમેન્ટ કરતા લોકો 1થી 2.5 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર જેટલી કમાણી કરે છે, જ્યારે ખેતરમાં કામ કરતા વર્કરો પણ આશરે 75 હજાર ડોલરથી વધુની કમાણી કરે છે. આમ ભારત અને ઓસ્ટ્રેલિયાની ખેતીમાં ફરક કહીએ તો ઓસ્ટ્રેલિયા સરકારી વિભાગ ખેતી માટેની બધી જ જાણકારી આપે છે. કયા સમયે કઈ અને કેટલી દવા છાંટવી. બીજું, આપણે ત્યાં કેમિકલ કે ફર્ટિલાઇઝરનું કોઈ સ્ટાન્ડર્ડ નથી. ઓસ્ટ્રેલિયામાં ક્રોપ રેડી થયા પછી એમાં કેટલું કેમિકલ છે એની તપાસ થાય છે. માણસો ખાઈ શકે એમ છે કે નહીં એ પણ જોવામાં આવે છે. ગુણવત્તા પર ખૂબ ભાર આપવામાં આવે છે. જો સ્ટાન્ડર્ડ મુજબ પાક ન હોય તો ગમે તેટલા મોટા ખેડૂતનો આખો ને આખો પાકનો લોટ સીલ કરવામાં આવે, જે વેચી ન શકાય.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *