મોર એ પોતાની સુંદર આકર્ષક અદામાં એવો ડાન્સ કર્યો કે જોનાર ના દિલ મોહિ લીધા….જુવો વીડિયો

મોર એક એવું પક્ષી છે કે જેને જોઈ ને જ દિવસ આખો સારો પસાર થઈ સકે છે. મોર દેખાવમાં એટલો બધો સુંદર લાગે છે કે તેને જોઈ જ રહેવાનું મન થાય છે. મોરની મનમોહક અદાથી તે વરસાદમાં એવો ડાન્સ કરે છે કે લોકો આવા ડાન્સ ને જોઈ દિલ ને તૃપ્ત કરી રહ્યા હોય છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોર તેની સુંદરતા અને નૃત્ય ના કારણે પૂરી દુનિયામાં પ્રખ્યાત છે.જ્યારે મોર નાચતો હોય છે ત્યારે લોકોના મન અને તન બંને થિરકવા લાગે છે.

મોર ની નૃત્ય કલા ને જોઈ ને તમામ લોકો મંત્ર મુગ્ધ બની જતા હોય છે. સોશિયલ મીડિયા પર આપણું શાનદાર અને રંગીન રાષ્ટ્રીય પક્ષી ના અનેકો વીડિયો જોવા મળે છે. જેમાં મોરની સુંદરતા અને તેના નૃત્ય ને આપને જોતા હોઈએ છીએ. પરંતુ હાલમાં એક એવી નાની ક્લિપ સામે આવી છે કે જેને લોકો વારંવાર જોવાની પસંદ કરે છે. આ ખૂબસૂરત મોર ના નૃત્ય નો વીડિયો ટ્વીટર પર @buitengebieden એ શેર કર્યો છે અને કેપશન માં લખ્યું હતું કે, ‘મોર ‘ .

આ વિદિયોની ખબર લખ્યા સુધીમાં ૧૪ મિલિયન થી વધુ લોકો એ જોયો છે.તથા ૫ લાખથી વધુ લોકો એ લાઈક્સ આપી અને ૬૪.૮ રી ટ્વીટ કરી ચૂક્યા છે. સાથે જ અનેકો લોકો એ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે જેમાં એક યુઝર્સ એ લખ્યું છે કે આ એક કમાલ નું પક્ષી છે .અને સુંદર પક્ષી છે .જ્યારે થોડા લોકોએ કુદરત ની અદભુત રચના ગણાવી છે. આ ક્લિપ ૭ સેકન્ડ ની જ છે.જેમાં આપણે જોઈ શકીએ છીએ કે મોર એક પાર્કમાં ઉભો છે.

અચાનક જ તે પોતાની પાંખો ને હલાવે છે અને તેને બહુ જ સુંદર રીતે પિછાને રજૂ કરે છે. જે જોતા દરેક લોકોના મન પર ખૂબ જ સુંદર છબી ઊભી કરે છે.કે જોનાર ની તો નજર ના હટાવી શકે. આ અદ્ભુત નજારો જોઈ દરેક લોકો ઇશ્વર નો ધન્યવાદ કરી રહ્યા છે કે તેમને આટલી સુંદર અદ્ભુત રચના કરી. આ પક્ષી દુનિયામાં તેના અદભુત નૃત્ય અને સુંદરતા માં કારણે પ્રખ્યાત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.