બે બાળકોની સાથે ફૂડ ડિલિવરી કરતી આ મહિલાનો વીડિયો જોઈ લોકો ભાવુક બની ગયા…જુવો વીડિયો

હાલમાં સોશિયલ મીડિયા ની દુનિયામાં અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો હસાવી જાય છે તો ઘણાં વીડિયો જોઈ લોકોને પ્રેરણા મલતી હોય છે તેમાં એવા પણ વીડિયો જોવા મળતા હોય છે કે જે જોઈ ઘણીવાર આપણે દંગ રહી જઈએ છીએ. ઇન્ટરનેટ ની દુનિયામાં અનેકો આવા વીડિયો રોજબરોજ જોવા મળતા હોય છે જેમાંથી ઘણા વીડિયો આપણને સાચી હકીકત જણાવી દે છે.હાલમાં દેશના વિકાસની સાથે સાથે લોકોના જીવન માં પણ અનેક પ્રકારના ફેરફાર જોવા મળે છે હાલમાં લોકો બહારનું જમવાનો કોઈ મોકો છોડતા નથી આથી લોકો ઘરે જ જમવાનું ઓર્ડર કરતા હોય છે.

અને તે સેવા આપવા ઝોમેટો સ્વિગિ જેવી ફુડ ડિલિવરી કરતા લોકો ને રોજગાર મલી રહે છે.આજે દરેક લોકો આ જમવાનું પહોચાડનાર વ્યક્તિ ના જીવન વિશે જાણવા માંગતા હોય છે.અને તેમની આ સેવા અંગે સરાહના કરતા હોય છે. હાલમાં જ એક સોશિયલ મીડિયા પર ઝોમેટો માં ફૂડ ડિલિવરી કરતી એક મહિલાનો વીડિયો બહુ જ ચર્ચામાં આવી રહ્યો છે.જેમાં મહિલા ફુડ ડિલિવરી કરવા માટે પહોંચી હોય છે અને તેની સાથે જોવા એવું મળે છે કે જેને જોઇને દરેક લોકો તે મહિલાને સલામ કરી રહ્યા છે.આ મહિલા ફુડ ડિલિવરી કરવા માટે એકલી નથી આવતી પરંતુ તેના ૨ નાના બાળકો પણ તેની સાથે જોવા મળે છે.આ વીડિયો જોઈ દરેક લોકો ભાવુક બની રહ્યા છે.

મળેલી માહિતી અનુસાર આ વીડિયો તે મહિલાએ વાયરલ કર્યો છે કે જેને ફૂડ ડિલિવરી માટે ઓર્ડર આપ્યો હતો.આ મહિલા જ ફૂડ આપવા આવેલી મહિલા ની કામગીરી અંગેનો વીડિયો બનાવી રહી છે. જે મહિલા ફુડ ઓર્ડરની ડિલિવરી કરવા માટે આવે છે તેની સાથે તેના બે નાના બાળકો પણ જોવા મળે છે જે આકરા તાપ માં તેની માતાની સાથે ડિલિવરી કરવા આવ્યા છે.આ બંને બાળકોને જોઈને ઓર્ડર કરનાર વ્યક્તિ કહે છે કે બે બાળકો સાથે ફૂડ ડિલિવરી કરવું તે બહુ જ મોટી બાબત ગણાય છે.તમે બહુ જ સરસ કામ કરી રહ્યા છો.

આ વીડિયોમાં તમે જોઈ સકો છો કે કઈ રીતે મહિલા તેના ખંભા પર ઝોમાતો નું બેગ લગાવી રહી છે અને સાથે એક હાથમાં તેનું નાનું બાળક દેખાઈ રહ્યું છે જે તેની માતાને વળગીને નાની બાળકી આ બધું જોઈ રહ્યું છે.જાણકારી મળ્યા અનુસાર આ મહિલા ફૂડ ડિલિવરી માટે તેના બાળક ને પણ સાથે લઈ જાય છે.વીડિયોમાં નજર આવ્યા અનુસાર એક બાળક જે મોટું છે તે માતાની આંગળી પકડીને ચાલી રહ્યું છે જ્યારે એક નાની બાળકી છે તેને માતાએ એક હાથ વડે પકડી રાખી છે અને ત્યાર પછી ફૂડ ડિલિવરી કરતી જોવા મળે છે.

આ મહિલાની કામ અંગેનું જનૂન જોઈ લોકો તેના વખાણ કરી રહ્યા છે અને તેને સલામ કરી રહ્યા છે.મહિલાના આ ફુડ ડિલિવરી કરતા વીડિયો એ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.આ વિડિયોને સોશીયલ મીડીયા પર ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.જેને ૧૦ લાખ થી વધુ લાઈક મલી ચૂકી છે અને સાથે જ કેપશન માં લખ્યું છે કે આ જોઈને મને ઘણી પ્રેરણા મળી.આ zomato ડિલિવરી એજન્ટ તેના બે બાળકોની સાથે આખો દિવસ તડકામાં વિતાવે છે.આ સાથે જ વધુમાં લખ્યું છે કે આપણે પણ તેની પાસેથી શીખવું જોઈએ કે જો વ્યક્તિ ઇચ્છે તો તે કઈ પણ કરી શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *