કોકિલાબેન અંબાણી ના જન્મદિવસ ની તસવીરો સામે આવી જેમાં કેકમાં એવી ખાસ બાબત જોવા મળી કે….જુવો તસવીરો

દુનિયાના સૌથી અમીર પરિવારમાં અંબાણી પરિવાર પણ જોવા મળે છે.જેઓના વિનમ્ર સ્વભાવ ના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે.કહેવાય છે ને દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.એમ જ ધીરુભાઈ અંબાણી ની આટલી મોટી ઓળખાણ ઊભી કરવામાં પણ તેમની પત્ની કોકિલાબેન અંબાણી નો હાથ જોવા મળે છે.જ્યારે ધીરુભાઈ અંબાણી પોતાના બીઝનેસ ને ટોચ પર પહોંચવા સખત પ્રયત્ન કરતા હતા ત્યારે કોકિલાબેન અંબાણી જ હતા કે જેમણે જીવનના દરેક ઉતાર ચઢાવ માં તેમની તાકાત બન્યા હતા.

અને તેમને સહકાર આપવા માટે તૈયાર હતા.જામનગર ના સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવતા કોકિલાબેન અંબાણી હંમેશા પતિ ધીરુભાઈ અંબાણી સાથે એક તાકાત બનીને જોવા મળી હતી અને ધીરુભાઈ નું મૃત્યુ થયા પછી પણ કોકિલાબેન એ બંને દીકરા અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બંને વચ્ચે સારો સમન્વય બનાવ્યો હતો અને તે બંનેના પરિવારને પણ એક દોરીમાં પોરવી ને તમામ લોકોને સાથે રાખી રહ્યા છે.

૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ કોકિલાબેન અંબાણી ૮૮ ઉંમર ના થઈ ગયા છે.આ ખાસ બાબતને તેઓના પરિવારના લોકોએ સારી રીતે ઉજવણી કરી હતી.હાલમાં જ અંબાણી પરિવારના ફેન પેજ પર કોકિલાબેન અંબાણી ના ૮૮ માં જન્મદિવસ ની કેકની એક પોસ્ટ શેર કરવામાં આવી છે.મોતીની બોર્ડર સાથે સફેદ કલર નું કેક બહુ જ સુંદર લાગી રહ્યું હતું. પરંતુ કેકનું મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર તો કઈક બીજું જ હતું.
જેમાં કેકની અંદર મૂકેલા પરિવારના સભ્યો ના બનેલા મીનીએકચર હતા જે ના કારણે કેક બહુ જ સારી લાગી રહી હતી.

ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી એ બંને એવા પાવર કપલ હતા કે તેઓએ તેમની અમીરી અને પૈસાની ને તેમના સ્વભાવ અને વિનમતા વચ્ચે આવવા નહોતું દીધું.કોકિલાબેન અંબાણી હંમેશા સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે અને તેઓ દૈનિક જીવનમાં ધર્મ ને પહેલા મહત્વ આપે છે. તેમણે પોતાના બાળકો અનિલ અંબાણી, મૂકેશ અંબાણી, નીના કોઠારી, દીપ્તી સાલગવકર અને વહુઓ નીતા અંબાણી અને ટીના અંબાણી માં પણ સાદગી અને આધ્યાત્મિકતા ને તેમના મા વિકસાવવાનું નિશ્ચિત કર્યું હતું.આથી જ તેમના પરિવારને લોકો આદર પૂર્વક સમ્માન અને માન આપી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.