25 દિવસથી સારવાર લઇ રહેલા પીઆઈ એ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ ! માર્ગ અકસ્માત થયો હતો જે પછી….. જાણો પુરી વાત

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ ઘણી વખત કોઈ અકસ્માત કે કોઈ ગંભીર બીમારીને કારણે પણ વ્યક્તનું મૃત્યુ થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મૃત્યુની ઘટના સામે આવી રહી છે. જેમાં અકસ્માતમાં 25 દિવસથી સારવાર લઈ રહેલા પીઆઇએ હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘટના એવી બની કે ચ રોડ ઉપર જિલ્લા પંચાયત સામે 7 ઓક્ટોબરે બપોરે 2 ટૂ વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો. રાજભવનમાં ફરજ બજાવતા અને સેક્ટર 3માં રહેતા જિજ્ઞેશ અમૃતભાઈ લેઉવા 7મીએ સાંજે 5 વાગ્યે જિલ્લા પંચાયત સામેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા ટૂ વ્હીલર ચાલકે એકદમ ટર્ન લઇ લેતાં પાછળ આવતા પીઆઇનું વાહન ટકરાઇ ગયુ હતુ. ત્યારબાદ માથામાં ઈજા થઇ હતી.

આમ જે બાદ વાહન ચલાવી પીઆઇ ઘરે ગયા હતા પરંતુ ઘરે ગયા પછી દુખાવો શરૂ થતાં હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. શહેર પાસે આવેલી ખાનગી હોસ્પિટલમા 7મીના રોજ દાખલ કરાયા પછી તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ સ્થિતિમા સુધારો જોવા મળતો ન હતો. જ્યારે ગત 31મીના રોજ પીઆઇએ 25 દિવસની સારવાર દરમિયાન હોસ્પિટલમા દમ તોડ્યો હતો.

આમ આ બનાવ બાદ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દોઢ મહિના પહેલા પીઆઇના ઘરે દિકરાનો જન્મ થયો હતો. હજુ દિકરો પિતાનો ચહેરો પણ ઓળખી શકતો નથી ને પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.જ્યારે એક પાંચ વર્ષની દિકરીએ પણ પિતાને ગુમાવી દીધા હતા. આમ આવા અકસ્માતનોં સંખ્યામાં ખુબજ વધારો થતો રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *