સોનમ કપૂરના બેબી શોવર ની તસ્વીરો સામે આવી જેમાં આ રીતે આયોજન કરવામાં આવ્યું હતું કે ….

બોલીવુડ એક્ટ્રેસ  સોનમ કપૂર હાલમાં પ્રેગ્નેટ છે.સોનમ કપૂર પતિ આનંદ ની સાથે  લંડનમાં રહે છે. અહી તાજેતરમાં જ સોનમ નું સીમંત યોજવામાં આવ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેમાં પિંક કલરના ગાઉનમાં  સોનમ ના ચહેરા નો પ્રેગનેન્સી ગ્લો પણ જોવા મળ્યો હતો.જેમાં સોનમ કપૂર ખુબ સારી લાગી રહી હતી.

સીમંત માં મ્યુઝીસિયન લિયો એ સોનમ કપૂરનું હિટ  સોંગ ‘ મસક્કલી ‘ ગાયું હતું. સીમંતમાં સોનમ કપૂરના ખાસ મીત્રો જોવા મળ્યા હતા.સોનમ કપૂરની આ પાર્ટીમાં દરેક બાબત ખાસ જોવા મળી હતી .  ખાવા પીવાથી લઈને ડેકોરેશન સુધી, બધું જ સરસ આયોજન કરાયું હતું.આની સાથે જ દરેક મહેમાનોને ગીફ્ટ પણ આપવામાં આવી હતી.

મહેમાનો ને એક પાઉચ આપવામાં આવ્યું હતું .  તે પાઉચમાં નેક્પીસ હતો જેમાં જે તે ગેસ્ટ નું નામ લખવામાં આવ્યું હતું અને  પાર્ટીમાં બોલીવુડ સોન્ગ્સ ની ધૂમ મચી રહી હતી.સોનમ કપૂરે માર્ચ મહિનામાં બેબી બમ્પ દર્શાવતી એક તસ્વીર શેર કરી હતી.અને તેમાં લખ્યું હતું ‘ચાર હાથ, અમે તને ઉછેરવામાં શક્ય એટલું બેસ્ટ કરશું , બે હ્દય. જે તારા દરેક પગલા પર એક સૂરમાં ધડક્સે .પરિવાર તને પ્રેમ અને સપોર્ટ કરશે. તારા સ્વાગત માટે હવે રાહ જોઈ શકાતી નથી.’

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરે ૨૦૧૮ માં બીઝનેસમેન આનદ આહુજા સાથે લગ્ન કાર્ય હતા .સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ‘ AK vs AK ‘ માં જોવા મળી હતી.આ ફિલ્મ માં અનિલકપુર અને અનુરાગ કશ્યપ લીડ રોલમાં જોવા મળ્યા હતા .આ ફિલ્મમાં સોનમ કપૂર નો કેમિયો હતો.આ પહેલા અનીલ કપૂર તથા સોનમે ફિલમ  ‘ એક લાડકી કો દેખા તો એસ લગા ‘  માં કામ કર્યું હતું. સોનમ કપૂર હવે ‘બ્લાઈનડ ’  માં જોવા મળશે આ ફિલ્મ કોરિયન ક્રાઈમ થ્રીલર ની હિન્દી રીમેક છે. આ ફિલ્મને શોમ મખીજા એ ડીરેક્ટ કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.