હીરા બા ના ૧૦૦ માં જન્મદિવસ નિમિતે માતાને મળવા ગુજરાત આવશે PM મોદી! જાણો ખાસ આયોજન વિશે …
પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના માતા હીરાબેન ૧૮ જુન ના રોજ પોતાનો ૧૦૦ મો જન્મ દિવસ ઉજવશે. ત્યારે ૧૮ જુને PM મોદી તેમની માતા હીરા બેનને મળવા માટે ગાંધીનગર સ્થિત ઘરે આવશે અને માતા હીરા બેન સાથે જન્મદિવસની ઉજવણી કરશે .આ શુભ પ્રસંગે PM મોદીના વતન વડનગર માં આવેલું હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પૂજાના કાર્યક્રમ માં PM મોદી પણ હાજર રહેશે.આ સિવાય PM મોદી પાવાગઢ માં મહાકાલી માતાજીના મંદિરનું ધ્વજારોહણ પણ કરશે.આ પહેલા ૧૧ માર્ચે માતાને મળવા આવ્યા હતા ત્યારે આજે હવે ફરી માં ના ૧૦૦ માં જન્મદિવસ નિમિતે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર સ્થિત ઘરે આવશે. આ સિવાય ૧૮ જુનના કાર્યક્રમ માં PM મોદી વડોદરામાં આયોજિત એક સભામાં ૪ લાખ લોકોને સંબોધિત કરશે.
આ સભામાં વિભિન્ન સરકારી યોજનાના લાભાર્થીઓ હાજર રહેશે.આ મહિનામાં PM મોદીની ગુજરાતમાં બીજી વાર મુલાકાત હશે. આ પહેલા ૧૦ જુનના રોજ તેમની પ્રથમ મુલાકાત દરમિયાન તેમણે નવસારી ના આદિવાસી વિસ્તારમાં રૂપિયા ૩૦૫૦ કરોડના ૭ પ્રોજેક્ટ નું ઉદ્ઘાટન કર્યું હતું. અને આ વિસ્તારમાં પાણી પુરવઠા માં સુધારો કરવાના હેતુથી બની રહેલા અન્ય ૧૪ થી વધુ પ્રોજેક્ટ નો શીલાન્યાસ કર્યો હતો.
૧૮ મી જુનના યોજનારા PM મોદીની બીજી મુલાકાતની તૈયારીઓ પુરજોશમાં શરુ કરી દેવામાં આવી છે.એક સતાવાર નિવેદન અનુસાર , સ્થળ પર જર્મન ટેકનોલોજીથી બનેલા ખાસ ડોમ સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.રસ્તાઓનું કાર્પેનટીંગ , પાર્કિંગ સુવિધા , લાઈટ અને અન્ય સુવિધાની વ્યવસથા પણ પૂરી થવાના આરે છે. કોઈ પણ ઈમરજન્સી ને પહોચી વળવા માટે મેડીકલ ટીમો પણ સ્થળે હાજર કરવામાં આવશે.