આ વૃક્ષની સુરક્ષા કરવા માટે ૨૪ કલાક પોલીસ તેનાત હોય છે! જાણો એવું તો શું ખાસ છે તેમાં કે આટલા રૂપિયા અને સુરક્ષા…જાણો પૂરી વાત
મિત્રો આપણે જોયું જ હશે કે કોઈ સેલીબ્રીટી, નેતા અને કોઈ મહા નાયકને સરકાર દ્વારા પણ ઘણી બધી સુરક્ષા આપવામાં આવતી હોય છે, એટલું જ નહી સરકાર દ્વારા પણ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. પણ શું તમે કોઈ વખત એવું સાંભળ્યું છે કે એક વૃક્ષને ૨૪ કલાક પોલીસની સુરક્ષામાં રાખવામાં આવતું હોય? નહી, ઘણા ઓછા લોકો આ વાત વિશે જાણે છે.
\
આ વૃક્ષ મધ્યપ્રદેશના સુલાતનપુરમાં આવેલ છે જેના પર સરકાર દ્વારા સુરક્ષા અને તેની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ૧૨૦૦૦૦૦-૧૫૦૦૦૦૦ ખર્ચ કરવામાં આવે છે એટલું જ નહી આ વૃક્ષની આસપાસ ૨૪ કલાક ચાર પોલીસને સુરક્ષા માટે રાખવામાં આવે છે.
આ વૃક્ષની દેખરેખની જવાબદારી કલેકટરે લીધેલી છે. નગરપાલિકા દ્વારા આ એક વૃક્ષ માટે અલગથી પાણીના ટેન્કર દ્વારા સિચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલું જ નહી વન વિભાગના અધિકારીઓ પણ અઠવાડિયે અઠવાડિયે આ વૃક્ષની મુલાકાત લે છે અને જુએ છે કે વૃક્ષને કોઈ રોગતો નથી, જો આ વૃક્ષનું એક પાન પણ સુકાય જાય તો પ્રશાશન ભારે મુંજવણમાં મુકાય છે.
આ વૃક્ષની હવે અમે તમને ખાસિયત વિશે જણાવી દઈએ, આ વૃક્ષને ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ મહિન્દ્રા રાજપક્ષે દ્વારા યુનિવર્સીટીનો શિલાન્યાસ કર્યો હતો જે પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બોધીનું વૃક્ષ રોપ્યું હતું જે બુદ્ધ ધર્મનું મહત્વ બતાવે છે. આટલા માટે થઈને આ વૃક્ષની આટલી બધી સુરક્ષા અને સંભાળ રાખવામાં આવે છે. ભારતમાં બોધ ધર્મ પાળનાર લોકો માટે આ વૃક્ષ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે આથી આ વૃક્ષ માટે ભોપાલથી ડુંગર સુધી રસ્તો પણ બનાવામાં આવ્યો હતો.