મુંબઈ એરપોર્ટ પરથી પોલીસના હાથે લાગ્યું અધધ રૂપિયાનું સોનું ! બે મહિલા અને પાંચ પુરુષોની ધરપકડ…તપાસમાં સામે આવ્યું કે…..
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશમાં ચોરી, લૂંટફાટ વગેરેનાં કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. જેમાં ઘરેણાં, રોકડા પૈસા, સોનુ, વગેરેની ચોરી કે લૂંટફાટ થતી હોઈ છે કે ગેરકાયદેસર વિદેશ થી ચોરીછુપી લાવવામાં આવતો હોઈ છે. આને ઘણી વખત આ સોનુ, ચાંદી કે અન્ય વસ્તુઓ જે તે એરપોર્ટમાં રહેલ સિક્યોરિટી દ્વારા પકડી પાડવામાં આવતી હોઈ છે હાલ પણ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં મુંબઈ એરપોર્ટ પર 61 કિલો સોનું ઝડપાયું, 7ની ધરપકડ, બે મહિલાઓ પણ સામેલ છે. આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.
આમ ત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ એક જ દિવસમાં સોનું જપ્ત કરવાનો રેકોર્ડ બનાવ્યો છે આ કિસ્સામાં કસ્ટમ વિભાગે ભારતીય નાગરિકતાના ચાર મુસાફરો પાસેથી રૂ. 28.17 કરોડની કિંમતનું 53 કિલો સોનું જપ્ત કર્યું હતું. મુસાફર તાન્ઝાનિયાથી આવેલી ફ્લાઈટમાં મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેઓ એક કિલોના બારના રૂપમાં સોનાની દાણચોરી કરી રહ્યા હતા, જે બહુવિધ ખિસ્સા સાથે ખાસ ડિઝાઇન કરેલા કમર બેલ્ટમાં છુપાયેલા હતા. ચારેય મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.
તેમજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સના અધિકારીઓએ વિસ્તારા ફ્લાઈટ દ્વારા દુબઈથી આવતા ત્રણ મુસાફરો (એક પુરુષ અને બે સ્ત્રી) પાસેથી રૂ. 3.88 કરોડનું 8 કિલો સોનું જપ્ત કર્યું હતું. ત્રણેય મુસાફરોની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આમ જે સોનું જપ્ત કરવામાં આવ્યું છે તેની કુલ કિંમત 32 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. આમ જ્યારે જ્યારે પણ સોનાની ચોરી છુપી કરીની દેશમાં લાવવાનો પ્રયાસ લોકો કરતા હોઈ છે. ત્યારે તેઓ સિક્યોરીટીની નજરમાં આવી જતા હોઈ છે. અને તેની ધરપકડ થઇ જતી હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.