પોલીસે પારકી બહેનના કરાવ્યા લગ્ન…પોલીસ કર્મીઓએ વર્દીમાં બજાવી અનોખી ફરજ…જાણો શું છે આખો કિસ્સો….

અત્યાર સુધી યુપી પોલીસની જે ઈમેજ દેશના લોકોના મન પર હતી, હવે આ કિસ્સો સાંભળ્યા બાદ લોકોની આ ઈમેજ બિલકુલ બદલાઈ જશે. પોલીસ અધિકારીઓ માત્ર ગુનેગારોને પકડીને સજા આપવાનું કામ જ નથી કરતા પરંતુ તેમના કેટલાક કામને કારણે હવે સમાજમાં તે ઉદાહરણરૂપ બન્યા છે…અને આવો જ કિસ્સો ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લામાં નજરે પડ્યો છે..એક ગરીબ દીકરીના લગ્નની જવાબદારી અહીંના પોલીસકર્મીઓ એ પોતાના હાથમાં લીધી છે ,એક ભાઈ પોતાની સગી બહેનના લગ્ન માટે જેટલું કરે તે બધું જ આ પોલીસકર્મીઓ એ ખૂબ ઉત્સાહપૂર્વક કર્યું છે…હવે આ કિસ્સો સોશિયલ મીડિયાની ટોચ લાઈનમાં સમાવિષ્ટ પામ્યો છે…ચાલો જાણીએ આ અદભૂત કિસ્સો…

હ્રદયસ્પર્શી કિસ્સો:- આવાજપુર ગામમાં રહેતી શિખા યાદવનાં લગ્ન નક્કી કરવામાં આવ્યા; પરંતુ જેમની સાથે લગ્ન નક્કી થયા એ વરપક્ષ એ દહેજની વધુ માંગણી કરી અને તે લોકો આ માંગણી પૂરી ના કરી શક્યા હોવાથી શિખાનો સબંધ તૂટી ગયો…આ ઘટનાને કારણે પરિવારનાં તમામ લોકો ચિંતામાં સરી પડ્યાં હતાં..આ વાતની જાણ ગામના સામાજિક કાર્યકર દુર્ગેશસિંહે ચંદૌલી જિલ્લાના સલાહાદિહા પોલીસ સ્ટેશનના સીઓ અનિરૂદ્ધસિંહને આ ગરીબ છોકરીના લગ્ન કરાવવા માટે વિનંતી કરવામાં આવી હતી….

આ વાત સાંભળી સીઓ અનિરુદ્ધ સિંહે શિખાના ઘરે પહોંચી તેની આ દુઃખદ સમગ્ર ઘટના વિષે જાણ્યું, અને તેની આ વાત સાંભળી તેઓ ભાવુક બની ગયા અને શિખાને પોતાની વિખુટી પડેલી બહેન તરીકે સ્વીકારી તેના લગ્નની દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે તેવું વચન આપ્યું..અને પછી તેણે એક સુયોગ્ય છોકરો શોધ્યો જે ગરીબ બાળકોના શિક્ષણાર્થે કાર્ય કરે છે…અને આનંદની વાત એ છે કે એ છોકરો દહેજ વગર લગ્ન કરવા સંમત થયો હતો..

લગ્નની વ્યવસ્થા જોઈને ગામના લોકોએ સલામ કરી:-

શનિવારે રાત્રે જ્યારે આ બહેનની જાન આવાઝપુર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આવી ત્યારે તમામે વ્યવસ્થા જોઈ વખાણ અને સલામ કર્યા..આ અનોખા લગ્નમાં પોલીસ કેપ્ટન અંકુર અગ્રવાલ પણ મહાનુભાવો સાથે વર-કન્યાને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહયા હતાં..જ્યારે આ જાન હર્ષોલ્લાસ સાથે પહોંચી ત્યારે યુવકના સાળા પોલીસકર્મીએ સ્વાગત કર્યું હતું..અને પછીથી વરમાળા માટે બહેનને ચૂંદડી સાથે  સ્ટેજ પર પહોંચાડી તેના લગ્ન સંપન્ન કરાવ્યા હતાં …આ સમય દરમિયાન ખાણી-પીણી થી લઈને લગ્નની તમામ વ્યવસ્થા પોલીસ તરફથી કરવામાં આવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *