સુરતનો વર પોલેન્ડની લાડી! હિન્દૂ ઠાઠબાઠ સાથે કર્યા લગ્ન, અનોખા લગ્ન જોવા લોકો ઉમટી પડ્યા… જુઓ લગ્નની ખાસ તસવીરો
કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક વિદેશની ભૂરીએ ગુજરાતના દેશી છોકરા સાથે હિન્દૂ વિધિથી કર્યા લગ્ન. આવો તમને આ અનોખી પ્રેમ લગ્ન વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો મૂળ ભાવનગરના વાતની અને હાલ સુરતના અડાજણમાં રહેતા 29 વર્ષીય ભૂમિક પરમાર કે જેઓ પોલેન્ડના વર્સોમાં એમ.બી.એનો અભ્યાસ કરે છે. આમ તે દરમિયાન ભુમીકે ત્યાં રહેતી ઇવેલીના નામની યુવતી સાથે પ્રેમ થઇ જતો હોઈ છે. જે બાદ ભુમીકે અને ઇવેલીના એ લગ્નના બંધનમાં બંધાવાનું નક્કી કરી લીધું. આમ ત્યાર પછી ભુમીકે આ લગ્નની વાત પોતાના માતા પિતાને કરતા તેઓએ પણ ખુશી આ વાતનમે સ્વીકારી લીધી હતી.
આમ જે બાદ ભુમિક અને ઇવેલી પોલેન્ડથી ગુજરાત આવ્યા અને સુરતમાં તેઓના ૯ માર્ચ ૨૦૨૩ ના રોજ ધામધૂમ થી લગ કર્યા હતા. તેમજ આ લગ્ન બંનેએ હિંદુ રીતિરિવાજ પ્રમાણે કર્યા છે જે ભવ્ય લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. આમ આ લગ્નમાં તમમાં સગા સબંધીઓએ હાજરી આપીએને આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.
તેમજ આ લગ્ન દરમિયાન બંને પ્રેમી પંખીડાઓમાં ઉત્સાહ તેમજ લગ્નની ખુશી જોવા મળી રહી હતી. તેમજ બંનેએ ગુજરાતી ગીત ગોરી રાધાને કાળો કાન ગીત પર જોરદાર ડાન્સ પણ કર્યો હતો અને પોલેન્ડની યુવતી ગરબે પણ ઘૂમી હતી. તેમજ આ લગ્નને લઈને લોકોમાં ઉત્સાહ સાથે આતુરતા હતી અને કુતુહલ પણ જોવા મળ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો