પોરબંદર: બુટલેગરોએ ભારતીય બનાવટના વિદેશી દારુની હેરાફેરી કરવા એવુ ભેજું વાપર્યું કે જાણી તમે પણ ગોથા ખાઈ જશો…ચોખા
હાલ છેલ્લા ઘણા સમયથી ચોરી, લુંટફાટ, દારૂની હેરાફેરી જેવા કિસ્સા તેમજ બુટલેગરોનો ત્રાસ ખુબજ વધતો જોવા મળી રહ્યો છે. દારૂની હેર ફેરી અને ખરીદ વેચાણ કરવા માટે હવે બુટલેગરો નવા નવા પેતરાઓ અજમાવતા જોવા મળી રહ્યા છે. તેવામાં હાલમાંજ બે બુટલેગરોને પોલીસે પકડી પાડ્યા છે. જેમ બુટલેગરોએ દારૂ ઘુસાડવા માટે એવો કીમિયો કર્યો હતો કે તમે પણ ગોથા ખાઈ જશો. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે કરવામાં આવે તો આ કિસ્સો પોરબંદર માંથી સામે આવી રહ્યો છે. જ્યાં પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લામાંથી દારૂની બદી દૂર કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એ.મકવાણા તથા કુતિયાણા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા.
આ સાથે મળતી માહિતી પ્રમાણે તે દરમિયાન ટેરી ગામથી ખુનપુર જતા ટી-પોઇન્ટ નજીકથી ચોખાની આડમાં ભરેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 2364 બોક્સ 197 કિંમત રૂપિયા 31,740 તથા ચોખાના બાચકા નંગ 21 કિંમત રૂપિયા 15,750 તથા ટાટા કંપનીના આઇસર ટ્રક કિમત રૂપિયા 6 લાખ મળી કુલ 15,47,490નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીબીશનનો ગણના પત્ર કેસ શોધી કાઢ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.