સુરેન્દ્રનગરના આ શિક્ષક દંપતીનાં વખાણ કરો એટલા ઓછા! બાળકોના નંબર દૂર કરવા વિનામૂલ્યે…એક જ દિવસ માં 16 લાખ

આજના સમયમાં પણ લોકો એક બીજાની મદદ કરવા માટે પાછી પાની મુકતા હોતા નથી. અને લોકોનાં મુશ્કિલ ભર્યા સમયમાં તેમનો સાથ આપતાં હોઈ છે તેમજ હાલ એક તેવીજ મદદ કર્તા બે દંપતીનું એક સરાહનીય કાર્ય સામે આવ રહ્યુ છે. જેમાં તેઓ 75 દિવસની રજા મૂકીને ‘હર હર ડોડી, ઘર ઘર ડોડી’ અભિયાન, 16.50 લાખ વિદ્યાર્થીને આંખોના નંબર દૂર કરતી ઔષધીનું ફ્રીમાં વિતરણ. આમ લગ્ન બાદ તેમનાં પત્ની અને વ્યવસાયે શિક્ષકા જાગૃતિબેને પણ તેમના અભિયાનને સાથે રહી સંપૂર્ણ સહયોગ આપ્યો અને તેમને ડોડી માટેનું આયોજનબદ્ધ અભિયાન શરૂ કર્યું.

તમને જણાવીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખોબા જેવડા નવાગામ (બાવળિયા)ના વતની અને હાલ કચ્છ ખાતે શિક્ષક તરીકે કાર્યરત નવયુવાન દ્વારા આજથી આઠ વર્ષ અગાઉ શરૂ કરાયેલા ડોડી બાબતનું અનોખું જાગૃતિ અભિયાન રંગ લાવી રહ્યું છે. વર્તમાન સમયમાં મોબાઇલ અને લેપટોપ જેવાં ઉપકરણોના ઉપયોગને લીધે બાળકોને મોટા પ્રમાણમાં આંખમાં નંબરનાં ચશ્માંની સમસ્યા બાબતે શિક્ષક ભરતભાઈ મકવાણાએ વન-વગડાની સાવ સામાન્ય ગણાતી વેલા પ્રકારની વનસ્પતિ જીવંતી / ડોડીને ઘર ઘર પહોંચાડવાનો અનોખો સંકલ્પ કર્યો હતો. આ સાથે જણાવીએ તો વેકેશનના સમયગાળામાં પણ શિક્ષક દંપતી સીમ અને જંગલમાંથી ડોડી સાથે વિવિધ વનસ્પતિઓનાં બીજ એકઠાં કરીને જે-તે શાળાઓમાં તેમજ કચેરીઓમાં કુરિયર કે રૂબરૂ પહોંચાડતું હતું.

આમ આ મિશનના પ્રણેતા શિક્ષક એવા ભરતભાઈ મકવાણા કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના બેરાજા સી.આર.સી કૉ.ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમનાં પત્ની જાગૃતિબેન ભાવનગર જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભૂગોળ વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમાંય ભાવનગરથી કચ્છ વચ્ચેનું અંતર-450 કિ.મી.છે છતાં આ દંપતીએ અત્યારસુધીમાં ગુજરાતની 5,000થી વધુ શાળા અને કોલેજો સુધી આ મિશનની સુવાસ પહોંચાડી છે. આ યુવાન શિક્ષક દંપતી વેકેશનમાં ફરવા જવાના બદલે આ અનોખા મિશન પાછળ જ સમય વિતાવે છે. એમાં શિક્ષકા જાગૃતિબેન વિવિધ શાળા, કોલેજોનો સંપર્ક કરી એમનાં સરનામાં મગાવવાની સાથે જે-તે શાળા, કોલેજો સાથે કો-ઓર્ડિનેટ કરે છે. જ્યારે શિક્ષક ભરતભાઈ કુરિયર અને પ્રવાસ સહિતનાં કામ કરે છે.

આમ બંને શિક્ષક દંપતીએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 દિવસની એકસાથે રજા મૂકીને આ અનોખો અભિયાનની સુવાસ ગુજરાતભરની શાળા, કોલેજોમાં પહોંચાડી છે. ગત મે માસમાં ભરતભાઈ મકવાણા દ્વારા દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે પોતાની નોકરીમાંથી મળતી 75 દિવસની હક્ક રજા મૂકીને ગુજરાતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરતા અભિયાનને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક જ દિવસમાં 11 લાખ બીજના વિતરણ કરવાના લક્ષ્યાંક સામે 16.73 લાખથી વધુ ડોડીનાં બીજનું વિતરણ કર્યું હતું. આ સાથેજ ડોડી વનસ્પતિને સ્થાનિક ભાષામાં જીવંતી અને ખરખોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સીમ વિસ્તારમાં વાડી, ખેતરની વાડ પર આ વનસ્પતિના વેલા જોવા મળે છે. ડોડી બાળકોથી લઈને મોટેરાઓને થતી ચશ્માંના નંબર સહિતની શરીરમાં થતી અન્ય બીમારીઓમાં પણ ખૂબ ગુણકારી ઔષધી છે. એનાં પાન અને ફળની ભાજી બનાવી, ચૂર્ણ બનાવી કે કાચી પણ ખાઈ શકાય છે.

આમ તેમની સાથેની વાતચીતમાં શિક્ષક દંપતીએ ગર્વભેર જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કંઈક વિશિષ્ટ રીતે કરવાનું અમે વિચાર્યું હતું. આ વિચારને સાકાર કરવા અમારી અંકુર બીજ બેંક, અંકુર ટ્રી બેંક એન્ડ અંકુર નર્સરી સંચાલિત “હર હર ડોડી- ઘર ઘર ડોડી અભિયાન” અંતર્ગત 11 લાખ ડોડી/જીવંતીનાં બીજ શાળા અને કોલેજોમાં ફ્રીમાં વિતરણ કરવાનું નક્કી કરીને 30 મે-2022ના રોજ દિલીપભાઈ દેશમુખ ‘દાદા’ના આશીર્વાદથી તેની શરૂઆત કરી હતી. તેમજ આ અભિયાન અંતર્ગત 75 દિવસથી મારી હક રજા મૂકીને ગુજરાતના 7 જિલ્લાનો પ્રવાસ કરી મારી ફરજ પર હાજર થયો હતો. આ વર્ષે અમે 6000 પ્રાથમિક શાળામા ડોડીનાં બીજ અને સાહિત્ય પહોચાડવાનું નક્કી કર્યું છે. એમાં 5 હજારથી વધુ પર શાળાઓ પૂરી કરી દીધી છે અને બાકીની આ 15 દિવસમાં પૂરી કરીશું, એક શાળાને 100 બીજ અને ડોડીની માહિતી આપતું સાહિત્ય આપીએ છીએ, એટલે 6 લાખ બીજનું વિતરણ શાળાઓમાં આ વર્ષે કરી રહ્યા છીએ.

આમ અમારી અંકુર બીજ બેંક, અંકુર ટ્રી બેંક એન્ડ અંકુર નર્સરી સંચાલિત “હર હર ડોડી-ઘર ઘર ડોડી અભિયાન” અંતર્ગત 1 દિવસમાં 11 લાખ ડોડી/જીવંતીના બીજ વિતરણ કરવાનું અમે નક્કી કરેલું, પરંતુ 11 લાખના અમારા ટાર્ગેટ સામે એક જ દિવસમાં 16,73,700 બીજનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની વિશિષ્ટ ઉજવણી કરી હતી. જેમાં ગુજરાતના 24 જિલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, B.ed કોલેજો અને ટીચર યુનિવર્સિટી સહિત 82 શૈક્ષણિક સંકુલનાં 16,773 બાળકો, તાલીમાર્થીઓ, શિક્ષકો અને પ્રોફેસરોને ડોડી/જીવંતીનાં બીજનું ફ્રીમાં વિતરણ કર્યું હતું. આ લક્ષ્યાંક પૂરો કરવા અમે પતિ-પત્ની ઘણા દિવસથી રાત દિવસ મહેનત કરી રહ્યાં હતાં. આમ તો આ કક્ષાએ પહોંચવા માટે 8 વર્ષ લાગ્યાં છે, આ કાર્યમાં અમને અનેક શાળાઓ, મહાશાળાઓ, કોલેજો, શિક્ષકો અને પ્રોફેસરોએ મદદ કરી છે.

આમ આ અંગે શિક્ષક ભરતભાઈ મકવાણાએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે બધી જ વનસ્પતિઓમાં સૌથી વધારે વિટામિન એ આ જીવંતી વનસ્પતિમાં જોવા મળે છે અને આંખોના નંબર ઉતારવાની ટેબ્લેટ પણ આ વનસ્પતિના મૂળ અને પાન મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઓનલાઇન અલગ-અલગ કંપનીઓ દ્વારા એનો પાઉડર ખૂબ મોંઘા ભાવે વેચવામાં આવે છે અને આંખોના નંબર ઉતારવાની લેપ્ટોડેમ વનસ્પતિમાં પણ આ જ વનસ્પતિનો ઉપયોગ થાય છે. તેમજ આ કાર્યમાં રાજ્ય સરકારના કેબિનેટકક્ષાના વન અને પર્યાવરણમંત્રી કિરીટસિંહ રાણાએ શુભેચ્છા સંદેશ પાઠવતો પત્ર લખીને અમારા ઉત્સાહમાં વધારો કર્યો હતો. આમ તો વિદ્યાર્થી અવસ્થાથી મારું સતત ઘડતર કરનારા મારા ગુરુ અને ભાવનગર ડાયટના લેક્ચરર ડૉ. સંજયભાઈ તલસાણિયાનું મને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. આ અભિયાનમાં મોટા કાંડાગરા, વાડી વિસ્તાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ટુંડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બીજ પેકિંગ કરવામાં ખૂબ મદદ કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *