અંબાલાલ પટેલે કરી ભુક્કા કાઢી નાખે તેવી આગાહી! રાજ્યના આ-આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી…જાણો વિગતે

વાત કરીએ તો હાલ છેલ્લા ઘણાં દિવસો થી ગુજરાતમાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. અને ઘણા જિલ્લાઓમાં તો પાણી વહેતા થઈ ગયા છે. તેવાંમાં ફરીવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. તેમજ વાત કરીએ તો આ સાથે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આગામી દિવસોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ.

આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. આમ આ આગાહી ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગામી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્ચારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે.

તમને જણાવીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી તારીખ 13 સુધી તોફાની પવન અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે. તેમજ આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની થવાની સંભાવના છે.

આમ આવતીકાલે એટલે કે 10મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી અને દમણમાં વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 12મી સપ્ટેમ્બરે , નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે. આ સાથે ગતરોજ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ પારડીમાં સવા 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપીમાં સવા 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ચિખલીમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ ખાબકતા લોકોને ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી રાહત મળી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *