ગજબની કંકોત્રી! મોરબીના પરિવારે ફરી ઉપયોગ લઈ શકાય એવી કંકોત્રી બનાવી..જોઈ દંગ રહી જશો..

બદલાતા સમાજ,બદલાતા રિવાજ અને બદલાતી વિચારસરણી પ્રમાણે આજે કેટકેટલાક પરિવર્તનો થવા પામ્યા છે.ત્યારે લગ્નપ્રસંગની કેટલીક બાબતોમાં ફેરફાર થવા પામ્યા છે.ત્યારે લગ્ન પ્રસંગોની કંકોત્રીનું સ્વરૂપ અને ભાત બદલાવા પામી છે.આજે સોશિયલ યુગમાં કંકોત્રી હવે ડિઝીટલાઈઝ થઈ ગઈ છે ત્યારે મોરબીના એક પરિવારે એક જુદા જ પ્રકારની લગ્નની કંકોત્રી તૈયાર કરી છે.શુ છે આ કંકોત્રીમાં અને કેમ તેની કિંમત આટલી ઓછી છે ચાલો જાણીએ.

મોરબીના અને ભાજપ પક્ષનાં આગેવાન એવાં જેઠાભાઇ રમુભાઈ મિયાત્રાના પરિવારના એવાં કશ્યપના ભારતી સાથે લગ્ન પ્રસંગ માટે એક અનોખી કંકોત્રીનું નિર્માણ કર્યું છે..જેમાં એમણે ભારતની ખૂબ જ જૂની અને લુપ્ત થતી અને અદભૂત એવી ભરતગૂંથણની કલાને પ્રાધ્યાન આપ્યું છે. આ કંકોત્રીની વિશેષતા એ છે કે આની સાથે ભરતગુથણની ડિઝાઇન સાથે એક આકર્ષક થેલી બનાવવામાં આવી છે. આ ભરતકામ કરેલી થેલીમાં કંકોત્રીમાં સમાવિષ્ટ તમામ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન લોકલ ટુ વોકલને પૂર્ણ રીતે સફળ બનાવવા માટે અને ઉપરાંત કચ્છ, જસદણ સહિતના ગૃહ ઉધોગોના વિકાસર્થે એમણે 500 જેટલી હેન્ડલૂમ કંકોત્રી બનાવવાનો ટાગ્રેટ કર્યો છે..આ તદ્દન જુદાં જ પ્રયોગને સાર્થક કરવા એમણે આપણી ભારતીય કલાને પ્રમુખ બનાવી છે..તમને જાણીને આશ્વર્ય થશે કે સામાન્ય ડિઝાનીશ કંકોત્રી ખૂબ જ મોંઘા ભાવે બને પરંતુ આ સાદી અને અત્યંત આકર્ષક કંકોત્રીમાં માત્ર ₹ 350 થી ₹ 400 જેટલો ખૂબ નજીવો ખર્ચો થયો છે..

જોકે આ બાબત પરથી આપણે શીખવા જેવું છે કે આપણી પાસે આવતી કાગળની કે નવીનતમ ડિઝાનીશ કંકોત્રી આપણે અંતે તો આપણે એને કચરામાં જ જવા દઈ ફેંકી દઈએ છીએ અને એમાં કાગળનો પણ યોગ્ય વપરાશ થવા પામતો નથી.. જ્યારે આવા પ્રકારની કંકોત્રી આપણને મોહી જાય છે ઉપરાંત એ રોજબરોજના જીવનમાં પણ ઉપયોગી પણ નીવડે છે..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *