વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના પૂજ્ય માતાજી હીરાબા સ્વર્ગ સિંધાયા ! મોદીજીએ ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ..જુઓ આ વિડિઓ
મિત્રો જીવનમાં એકના એક દિવસ તો બધાજ લોકોને મૃત્યુ આંબી જવાનો છે. વ્યક્તિને મૃત્યુ ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી ઘણીં વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું મોત થતું હોઈ છે. તેવામાં હાલ ખુબજ મોટા સમાચાર સામે આવ રહ્યા છે જેમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પૂજ્ય માતાજીનું આજે વહેલી સવારે દુઃખ નિધન થયું છે.
જો તમને જણાવીએ તો હાલ માંજ તેમના પૂજ્ય માતાજી હીરાબા શ્વાસની બીમારીને કારણે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આન જ્યારે ગત મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચાર મળ્યા ત્યારથી ડોક્ટરના સંપર્કમાં હતા. તેઓ માતાની તબિયત અંગે એક એક પળની માહિતી મેળવતા હતા. ત્યાર બાદ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ 3.50 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ અને સાંજે 4 વાગ્યે યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. યુ.એન.મહેતાએ બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન પણ રિલીઝ કર્યું હતું.
જે બાદ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વ.હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. સ્વ.હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા થશે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે. આમ આ સાથે જ જણાવીએ તો આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી. જેમાં પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – “એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.”
આમ સ્વ.હીરાબાનું અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી. તેમજ આ સાથે હીરાબાના નિધનના સમાચાર જાણ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે” માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.”
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો