હાયે બેશરમ દુનિયા! વર્ગખંડમાં અનૈતિક સંબધો સાથે ઝડપાયા આચાર્ય અને શિક્ષિકા..જાણો સમગ્ર ઘટના

શિક્ષણ સંસ્થાને વિદ્યાની પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે. વિદ્યાની દેવી સરસ્વતીને પણ શરમમાં મૂકાવે એવુ કૃત્ય છત્તીસગઢના ઇન્દ્રપ્રસ્થ ગામમાં આવેલી પીવી-39 હાઈસ્કૂલનું છે જેમાં સ્કૂલના આચાર્ય એ એમની સ્કુલની પરિણીત મહિલા સ્ટાફ સાથે શિક્ષણજગતને શરમમાં મૂકાવે એવાં સંબંધો આચર્યા છે…પણ કહેવાય ને કે વિદ્યાની દેવી પોતાના આંગણામાં ક્યારેય પણ ખોટું સહન ના કરી શકે,આથી 9 વર્ષના સમયગાળાથી ચાલતું આ શરમજનક કૃત્ય એક દિવસ લોકોની નજરે ચડતા બંનેને લોકોએ પકડી પાડ્યા છે..

વર્ગખંડ બન્યો અય્યાશીનો અડ્ડો:- વિસ્તારપૂર્વક જાણીએ તો રાજેશ પાલ એ છત્તીસગઢ જિલ્લાના ઇન્દ્રપ્રસ્થ ગામમાં આવેલી પીવી-39 હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે..પરંતુ આચાર્ય તરીકે કલંક ગણાતા આ પ્રિન્સિપાલે મિડલ સ્કૂલની એક પરિણીત મહિલા સ્ટાફ સાથે શરમમાં મૂકાવે તેવા અનૈતિક સંબંધો આચર્યા..વધુમાં એવું જાણવા મળી રહ્યું છે કે કોવિડના સમયગાળામાં ઓનલાઇન શિક્ષણ હોવાથી શાળાઓને તાળા લાગ્યા હતા..પરંતુ આ બંનેની રાસલીલા તો શરૂ જ હતી…એવું જાણવા મળી રહ્યું છે કે પ્રિન્સિપાલ અવારનવાર શાળાના રૂમમાં એકલા આવતા જોવા મળતા આથી આ અંગે કેટલાક લોકોને શંકા થઈ જે સત્યમાં પરિણમી હતી…

વર્ગ-2ના શિક્ષક તરીકે નિયુક્ત થયેલા રાજેશપાલને વર્ષ 2013-14ના સમયગાળામાં બઢતી આપીને હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા હતાં, પણ કહેવાય ને પૈસા અને મોભો વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે…જ્યારે રાજેશ પાલ મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ ત્યાંની મહિલા સ્ટાફ સાથે એમણે અનૈતિક સંબંધો બાંધ્યા હતાં..પરંતુ આ વાતની ત્યાંના લોકોને જાણ થતાં તેઓએ તેમને વોર્નીગ આપી અને સમય જતાં આ સમગ્ર ઘટના ને ત્યાં જ દફનાવી દેવામાં આવી હતી

મજાકમાં લીધેલ ચેતવણી ભારે પડી. :- પરંતુ કહેવાય ને કે બેશરમ લોકોને નાક કાપીને હાથમાં આપો તો પણ પાછું ઉગી જ જાય એ કહેવત મુજબ એમને આપવામાં આવેલ ચેતવણીને મજાક સમજી એમણે આ શરમજનક કાર્યને ચાલુ જ રાખ્યું.પરંતુ એમના આ કૃત્ય અંગેનો વિડીયો વાયરલ થતાં ફરી આ ઘટના જીવિત પામી હતી..વાત એવી જાણવા મળી છે કે આ વીડિયો ડિલિટ કરવા અંગે રાજેશ પાલ અને એક યુવક વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો લોકો સમક્ષ આવ્યો છે જેમાં પ્રિન્સિપાલ એ યુવક સામે પોતાની ભૂલ અંગે માફી માંગે છે અને એ યુવકના કહ્યા મુજબના સમય અને જગ્યાએ એની માંગણી મુજબની રકમ મળશે તો જ વિડીયો ડિલિટ થશે નહિતર એ લોકોમાં વાયરલ કરી દેશે એવી ધમકી પણ આપવામાં આવી છે..પરંતુ પ્રિન્સિપાલ આ અંગે માની જતા એ યુવકને એની માંગણી મુજબની રકમ એના સ્થળ અને સમય અનુસાર પહોંચાડવા અંગે તૈયાર થઈ જાય છે….

દરેક દુષ્ટતાનો અંત હોય છે:-કહેવાય છે ને કે દુષ્ટતા લાંબા સમય સુધી ટકી શકતી નથી..આ ઘટના પછી ફેબ્રુઆરીના અંતમાં શાળાની બેઠકમાં એ મહિલા સ્ટાફને તાત્કાલિક હાંકી કાઢવામાં આવી હતી.શાળાના નિયમ તેમજ વ્યવસ્થામાં ફેરફાર કરી મિડલ અને હાઈસ્કૂલ એમ બે વિભાગનું વિભાજન કરવામાં આવ્યું..અને આ તરફ જિલ્લા શિક્ષણ અધિકારીને આ સમગ્ર ઘટના અંગેની વાત મળતા તેમણે BEO દ્વારા તપાસ કરાવી હતી અને તપાસમાં સમગ્ર ઘટના સાચી નીકળતા અને કલેકટરને એ રિપોર્ટ મળતા આખરે આ ગુરુવારે કલેકટરે એ આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં,

આમ જ્યારે શિક્ષણ જગતમાં ભગવાન સમાન ગણાતાં શિક્ષકો જ્યારે આવું બેશરમ કૃત્ય આચરે ત્યારે ખરેખર વિદ્યાની દેવીનું અપમાન થાય છે અને વિધાર્થી તેમજ વાલીઓ પણ બાળકોને શાળામાં મોકલતા ડર અનુભવે છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *