અમદાવાદના 20 વર્ષના યુવકના ફેફસામાંથી નીકળી પુશપિન, જે જોઈ ડોક્ટરના પણ હોશ ઉડી ગયા અને…

ઘણી વખત આ દુનિયામાં અમુક માણસો સાથે એવા બનાવ બની જતા હોઈ છે જે કોઈને ખબર હોયી નથી. તેમજ તે બનાવ એટલા ગંભીર હોઈ છે જેમાં વ્યક્તિનો જીવ પણ જોખમાઈ જતો હોઈ છે તેવીજ રીતે એક ગંભીર બનાવ સામે આવી રહ્યો છે. વાત કરીએતો અમદાવાદના સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે જૂનાગઢના 20 વર્ષીય વિદ્યાર્થીના જમણા ફેફસા અને શ્વાસનળી વચ્ચે ફસાયેલી પુશપીનને સફળતાપૂર્વક ઓપરેશન દ્વારા દૂર કરી હતી. આ યુવક ચાર વર્ષ પહેલાં પિન ગળી ગયો હતો.

યુવક જયારે આ પિન 4 વર્ષ પહેલા ગળી ગયો ત્યારે ત્રણ જુદી જુદી હોસ્પિટલોમાં થયેલા અગાઉના ત્રણ પ્રયત્નોમાં પણ આ પીનને દૂર કરી શકાઇ નહોતી. ઇએનટી વિભાગ, ટીબી અને ચેસ્ટ ડિપાર્ટમેન્ટના ડોક્ટરો તેમજ એનેસ્થેટિસ્ટ સહિત ડોક્ટરોની ટીમે પુશપીન કાઢવા માટે બ્રોન્કોસ્કોપી કરી હતી. પિનને દૂર કરવામાં થયેલા વિલંબના પરિણામે પિન ત્વચાના સ્તરથી ઢંકાઈ ગઈ હતી, જેના કારણે આ ઓપરેશન વધુ જટિલ અને મુશ્કેલ બન્યું હતું.

આમ બેચલર ઓફ આર્ટ્સના વિદ્યાર્થી ચિંતન ભેડાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2022થી તે ઘણા દિવસોથી ઉધરસ ખાઈ રહ્યો હતો અને કોવિડ છે કે કેમ તે જાણવા માટે એક્સ-રે અને સીટી સ્કેન કરાવ્યું હતું. ભેડાએ આગળ કહ્યું કે, “અમને આકસ્મિક રીતે ખબર પડી કે, મારી શ્વાસનળી અને જમણા ફેફસાની વચ્ચે એક અજાણ્યો પદાર્થ ફસાઈ ગયો છે.” જ્યારે ડોકટરોએ ભેડાને પૂછ્યું, ત્યારે તેને દાંત વચ્ચે રાખેલી એક એક પુશપિન ગળી જવાનું જણાવ્યું હતું. તેને છીંક આવી અને ભૂલથી પ્લાસ્ટિકના ટોપ અને મેટલ બોડી સાથે ઇંચ લાંબી પુશપિન ગળી ગયો હતો

તેમજ ચિંતનને 10 મિનિટ સુધી ગળામાં બળતરા થઈ હતી, પરંતુ તેને બીજી કોઈ તકલીફ ન હોવાથી તે માનતો હતો કે પિન ફૂડ પાઇપ દ્વારા તેના મોટા આંતરડામાં ગઈ હતી અને સ્ટૂલમાંથી પસાર થતી વખતે તેને ધક્કો લાગતા બહાર નીકળી ગઇ હશે. તેણે જણાવ્યું કે, “આ ઘટના પછી મને એક અઠવાડિયા સુધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો અને તેથી મને લાગ્યું હતું કે તે મળ માર્ગે બહાર નીકળી ગઇ હશે. મને પિન ગળી જવાનું કોઈ પરિણામ આવ્યું ન હોવાથી મેં તેની તપાસ કરાવવાની જરૂરિયાત અનુભવી નહોતી. “જૂનાગઢમાં જાન્યુઆરી 2022માં લેવામાં આવેલા એક્સ-રેમાં જમણા ફેફસા અને શ્વાસનળીના મોઢા પર પુશપીન જોવા મળી હતી.

બાદમાં તેમણે સૌ પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં ડોકટરો તેને દૂર કરવામાં નિષ્ફળ ગયા હતા. રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતેની બ્રોન્કોસ્કોપી પણ એલજી હોસ્પિટલમાં આવા જ પરિણામો સાથે નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના ડોક્ટર કલ્પેશ પટેલનો સંપર્ક કર્યો હતો. ડો.પટેલે ભેડાની મેડિકલ હિસ્ટ્રી પર એક નજર નાખી અને ત્યારબાદ ટીબી અને ચેસ્ટ ડિપાર્ટમેન્ટના ડોક્ટર નલિન શાહ અને એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાતોની સલાહ લઈને આ કેસનો અભ્યાસ કર્યો હતો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *