સુરત ના રાદડીયા પરીવારે લગ્ન કંકોત્રી મા એવી નોંધ લખાવી કે લોકો વખાણ કરતા થાકી ગયા…જુઓ શુ છે

: હાલ ગુજરાત અને દેશ ભર મા લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે સમય સાથે દોકોની રીતિ-રિવાજ અને લગ્ન કરવા ઘણો જ ફેરફાર જોવા મળી રહ્યો છે ઘણા લોકો એ જુના રીતી રિવાજો ને જાકારો આપી નવો ચીલો ચિતરયો છે તો લગ્ન મા અવનવા કાર્યક્રમ રાખવામા આવી રહ્યા છે અને એમા પણ લગ્ન ની કંકોત્રી મા પણ હવે આધુનીકતા છોવા મળી રહી છે અને લગ્ન ને યાદગાર બનાવા માટે ખાસ લગ્ન કંકોત્રી બનાવવા મા આવતી હોય છે. ત્યારે આજે એવી જ ખાસ લગ્ન કંકોત્રી ની વાત કરશુ.


હાલ ના સમય મા સોસીયલ મીડીઆ નો જમાનો હોવાથી કોઇ પણ વાત સોસીયલ મીડીઆ પર ઝડપી વાયરલ થતી હોય છે ત્યારે હાલ સોસીયલ મીડીઆ પર સુરત ના રાદડિયા પરિવાર ની કંકોત્રી ખુબ જ વાયરલ થઈ રહી છે અને લોકો ખુભ લખાણ કરી રહ્યા છે ખાસ કરી ને આ લગ્ન કંકોત્રી ફેસ- બુક ના અલગ અલગ પેજ અને ગૃપ પર ખુબ વાયરલ થઇ રહી છે તો આવો જાણીએ એવુ તો શુ ખાસ છે આ કંકોત્રી મા?


સૌપ્રથમ આ લગ્ન કંકોત્રી ની વાત કરવા મા આવે તો આ લગ્ન કંકોત્રી સુરત ના કાર્તિક રાદડીયા નામ ના યુવાન ના લગ્ન ની છે. કાર્તિક ના લગ્ન આવનર તારીખ 1-2-2023 ના રોજ યાજાનાર છે. ત્યારે આ પ્રસંગ ને યાદગાર બનાવવા માટે આ ખાસ ડીજીટલ કંકોત્રી બનાવવા મા આવી છે. સામાન્ય રીતે કંકોત્રી ચાર પાનાની હોય અને લગ્ન પ્રસંગો નો ઉલ્લેખ હોય પરંતુ કાર્તિક ના લગ્ન ની કંકોત્રી ચાર પાના થી વધુ ની છે.


આ ઉપરાંત લગ્ન કંકોત્રી ના અલગ અલગ પેજ પર અલગ અલગ પ્રકાર ની સરકારી યોજના વિશે માહિતી આપવામા આવી છે. જેમા ખાસ કરી ને વ્હાલી દીકરી યોજના, વિધવા પુન: લગ્ન યોજના, કુંવરબાઈનુ મામેરુ, વૃધ્ધ સહાય યોજના આ ઉપરાંત અન્ય યોજનાઓ ની માહીતી આપવાવા મા આવી છે.

આટલુ જ નહી આ કંકોત્રી મા સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ અને છત્રપતિ શિવાજી મહારાજ ની તસ્વીરો પણ જોવા મળી રહી છે.સમાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે લગ્ન પતે પછી કંકોત્રી નો ઉપયોગ રહેતો નથી પરંતુ સુરત ના રાદડીયા પરીવાર અનોખી પહેલ કરી છે અને લગ્ન બાદ પમ આ કંકોત્રી અનેક પરીવાર ને ઉપયોગી થશે અને લોક જાગૃતી પણ આવશે તેવુ જરૂર કહી શકાય.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *