ગુજરાતમાં વરસાદની આગાહી થી ખેડૂતના ચહેરા ખીલશે જાણો આ વર્ષે ક્યાં ક્યાં ભારે વરસાદ થવાની શક્યતા…

ખેડૂતો માટે પસંદીદા અને મહત્વ ની જો કોઈ ઋતુ હોઈ તો તે ચોમાસા ની ઋતુ છે કારણકે ચોમાસાની ઋતુ માં પાકનું ભરપુર વાવેતર કરવામાં આવતું હોઈ છે ગરીબ ખેડૂતો માટે ઘણી વાર પાણીના સિચાઈ ની પણ તકલીફ પડતી હોઈ છે. તેથી વધારે ગરીબ ખેડૂતો વરસાદના પાણી નાં આધારે ખેતી કરતા હોઈ છે આમ આવા સમયમાં ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો માટે વરસાદ અંગેના રાહતના સમાચાર સામા આવી રહ્યા છે. જાણીએ પુરા સમાચાર,

જુનાગઢ જીલ્લા માં મળેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વરસાદ નો વરતારો કાઢવામાં આવ્યો છે. જે પ્રમાણે જોઈએ તો આ વર્ષે વરસાદ ૧૨ આની રહેશે. બીજી બાજુ એ જુનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું બેસી જશે. તેવું અનુમાન રજુ કરવામાં આવ્યું છે સાથે સાથે જુલાઈ મધ્ય અને ઓગષ્ટની અતિવૃષ્ટિની શક્યતા પણ રજુ કરવામાં આવી છે. અને ઓક્ટોબર નાં ત્રીજા સપ્તાહમાં ચોમાસું રાજ્ય માંથી વિદાય લેશે તેવી શક્યતા રજુ થઇ હતી. આ વર્ષે ચોમાસામાં કપાસ, મગફળી, તુવેર, એરંડાનો પાક સારો  થવાની શક્યતા રહેલી છે.

વધુમાં એ પણ જણાવ્યું છે કે સોયાબીન અને શિયાળુ પાકો પણ સારા થવાની શક્યતા છે. આ વર્ષા વીજ્ઞાન પરિસંવાદનો કાર્યક્રમ જુનાગઢ ખાતે આવેલી કૃષિ યુનીવર્સીટી માં અત્યાર સુધી નો ૨૮મો યોજાયો હતો. જેમાં કુલ ૫૦ આગાહીકરો જોડાયા છે. વરસાદની આગાહી અખાત્રીજના પવન અને પ્રકૃતિ પરથી નક્કી કરવામાં આવે છે. આ વિજ્ઞાપનમાં આગાહીકારો તરફથી ૧૨ આની વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે ૧૨ આની વરસાદ એટલે શું ? તો જાણો.

તેનો જવાબ આપતા ડો.જી.આર.ગોહિલે જણાવ્યું હતું કે “આ વાર વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ૪૮ આગાહીકારો આગાહી રજુ કરશે. આ આગાહીઓ પશુ-પંખી, ચેષ્ઠા,કસ હવામાન, ભડકી વાક્યો, વનસ્પતિ પરથી કરવામાં આવે છે. આ આગાહી કુલ ૧૯૫ દિવસની હોઈ છે.” આમ તમામ આગાહીકારો એક મહિના પહેલા આગાહી આપી દેતા હોઈ છે. તેમજ વધુમાં જણાવતા કહે છે કે ૧૬ આની વર્ષ ને પૂર્ણ વર્ષ કહેવામાં આવે છે. જયારે ૧૨ આની વર્ષને મધ્યમાં કહેવામાં આવે છે. જે પરથી કહી શકાઈ કે આ વર્ષે ૯૦-૧૦૦ ટકા વરસાદ પડશે. તેમજ બધાજ ખેડૂતો ને મલ્ટી પાક એટલે કે એક કરતા વધુ પાક નું વાવેતર કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *