શાહરુખ ખાનની “પઠાણ” ફિલ્મ પર ભડક્યા રાજભા ગઢવી કહ્યું કે “આપણી લાગણી દુભાવી..જુઓ વિડિઓ
આમ તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની કોઈ ફિલ્મ ધર્મને લઈને વિવાદમાં આવે તે કોઈ નવી વાત નથી, છેલ્લા થોડાક સમયથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી આપણી સંસ્કૃતિની અને ધર્મનો મજાક પોતાની ફિલ્મોમાં ઉડાવી રહી છે આથી હાલ લોકોને બોલીવડુની ફિલ્મો જોવાનું પસંદ જ નથી રહ્યું. લોકો હાલ સાઉથની ફિલ્મો જોવા તરફ વળ્યાં છે કારણ કે તેઓની દરેક ફિલ્મોમેં સાંસ્કૃતિકે વારસાને માન-સન્માન આપવામાં આવે છે. એવામાં હાલ શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ હાલ વિવાદમાં આવી છે કારણ કે આ ફિલ્મના એક ગીતમાં દીપિકા પાદુકોણ રાષ્ટ્રના ભગવા રંગની બિકની પેહરી ડાંસ કરી રહી છે.
આમ હાલ આ ગીત વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકોએ ફિલ્મને બોયકટ કરવાની માંગણી કરી હતી, એટલું જ નહીં કેટલાક હિન્દૂ સંગઠનોએ તો આ ફિલ્મને ન જોવા માટે આગ્રહ કર્યો હતો.હવે આ ઘટનાને લઈને રાજભા ગઢવીએ પણ લાલ આંખ કરી છે અને આવનાર આ પઠાણ ફિલ્મ વિષે એવું નિવેદન આપ્યું છે કે જે દરેક વ્યક્તિને સાંભળવું જ જોઈએ. રાજભા ગઢવીએ આપણા સનાતન ધર્મ અને ભગવા રંગને લઈને મોટી વાત કહી દીધી હતી.હાલ રાજભા ગઢવીનો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આ સાથે તમને જણાવીએ તો રામ મંદિરના એક સંતે પણ ફિલ્મમાં આપણા ધર્મના રંગ ભગવાનું અપમાન થયા હોવાની વાત કહી હતી, હવે રાજભા ગઢવીએ પણ આજ વાત પર પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ‘હાલમાં જે પઠાણ ફિલ્મ આવી રહી છે, તે બાબતે મારે કેહવું એટલું જ છે કે પેલુ કહેવાય છે કેને પેહલા આપણા ભાણામાંથી માખીઓ ઉડાવાય, એટલે ગુજરાતી એ ફિલ્મ રિલીઝ ના થવા દેવી જોઈએ.બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હવે દરેક વખતનું થઇ ગયું છે કારણ કે દરેક ફિલ્મમાં હિન્દૂ ધર્મના લોકોની લાગણીને દુભાવમાં આવી રહી છે.
આમ આ સાથે વીડીઓમાં આગળ રાજભા ગઢવીએ કહ્યું કે ઘણા સમયથી સનાતન ધર્મને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,’ભગવા પહેરાવી અને અશ્લીલ ડાન્સ કરીને આપણી પરંપરા ઉપર જે આવું કરતા આવે છે તો હવે આપણે આ બિલકુલ સહન કરવાનું નથી. 75 વર્ષ સુધી તેમને આ કર્યું છે તો આ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય. સેન્સર બોર્ડ વાળાને પણ કહીએ કે તમે બધું જોઈ અને પછી તેના પર સાઈન કરો તો વધારે સારું, હાથે કરી અને શાંતિ ડહોળવાનો ધંધો ના કરો.’
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો