રાજકોટ: 13 વર્ષીય સગીરે મોતને કર્યું વ્હાલું ! માતાએ રૂમનું બારણું ખોલતાંજ કિશોર…કારણ ?
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક 13 વર્ષીય સગીરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આવો તમને આ આપઘતની ઘટના વિગતે જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના રાજકોટ શહેર માંથી સામે આવી રહી છે જ્યાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે 13 વર્ષના કિશોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગઇકાલે બોરડી સમઢીયાળા ગામે 13 વર્ષનો પ્રિન્સ પોતાના ઘરે હતો ત્યારે રુમમાં લાકડાની કાંધીના હૂંક વચ્ચે ટુવાલ સાથે ગળાફાંસો ખાઈ લઇ મોતને વ્હાલું કર્યું હતું.
જો તમને વાત કરીએ તો 13 વર્ષીય પ્રિન્સના માતા જ્યારે ઘરે હતા ત્યારે એમને એમ હતું કે તે મોબાઈલ જોતો હશે ત્યારબાદ રુમનું બારણું ખોલતા આ કિશોરનો મૃતદેહ લટકતો હતો. મૃતક કિશોર મોટા કોટડા ગામે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. જો કે આપઘાતનું કારણ પરિવારના લોકો જાણતા ન હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો