રાજકોટ : 16 વર્ષની તરુણીએ 30 વર્ષના યુવાન સાથે ટ્રેન નીચે પડ્તું મૂક્યું! પરિવારે હ્દયકંપાવી દે એવી હકીકત જણાવી…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ આત્મહત્યાના અનેક બનાવો જોવા મળે છે જેમાં લોકો ને થોડી પણ જો જીવનમાં મુશ્કેલી પડી જાય તો તેઓ તે રસ્તા ને પર કરવાના બદલે હાર માનીને તેઓ જીવનથી દૂર જવાનું પગલું ભરી બેસતા હોય છે .
હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાંપ્રેમી યુગલે સજોડે ટ્રેનની નીચે આવીને આત્મહત્યા કરી લીધી છે. અને આ બન્નેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે, આથી બંનેના પરિવારમાં ગમગીન માહોલ જોવા મળ્યો છે. પોલીસ દ્વારા મળેલી જાણકારી અનુસાર ચુનારવાડા શેરી નંબર 11-12 ના ખૂણે રહેતા મનોજ બીજલભાઇ ગુજરીયા નામના 30 વર્ષના કોળી યુવાનને તેના પાડોશમાં રહેતી રાધિકા વિનોદભાઇ મકવાણા નામની 16 વર્ષની તરૂણી એક વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા.
એકના પિતા ડ્રાઈવર છે અને બીજાના પિતા છૂટક મજૂરી કરે છે. બંનેની ઉમરનો તફાવત વધારે હોવાથી પરિવારના લોકો લગ્ન માટે તૈયાર નહોતા. આથી બંને ગઈ રાત્રે ઘરે કોઈને જાણ કર્યા વિના ભાગી ગયા હતા અને ત્યાર પછી સવારે 8 વાગ્યા આસપાસ બંનેના મૃતદેહ બિલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની નીચે છ્લાંગ લગાવી હોય એ અવસ્થામાં મળી આવ્યા હતા. બિલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક આમ એક યુવક અને યુવતીની ટ્રેનના પાટા પર લાશ મલયાની જાણકારી મળતા કુવાડવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો
અને બંને લાશની તપાસ કરતાં આઇડીઓ મળી હતી જેના આધારે બંનેના મૃતદેહની ઓળખ શકય બની હતી.આ બંને પ્રેમી યુગલ મનોજ અને રાધિકાની ઓળખ થયાની સાથે તેમના પરિવારને જાણકારી આપવામાં આવી હતી. બંનેના પરિવારના લોકોએ સ્વીકાર્યું હતું કે બંને 1 વર્ષથી પ્રેમમાં હતા અને લગ્ન માટે પરિવારે ના કહી હતી આથી આ પગલું ભર્યું હોય એમ જણાવ્યુ હતું.
બંને પ્રેમી યુગલોના મૃતદેહને પોસ્ટમોતમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં બંને પરિવારમાં ગમગીન માહોલ જોવા મળ્યો છે મનોજ ગુજરીયા અને રાધિકા મકવાણા ના પોસ્ટમોતમ પછી લાશ ઘરે લાવવામાં આવી છે ત્યારે પરિવારના લોકો જો યુવતીની ઉમર યુક્ત હોત તો લગ્ન અંગે વિચારી સકેત એમ કહીને અફસોસ કરી રહ્યા છે.