રાજકોટ: હાઈવે પર ગોઝારું અકસ્માત સર્જાતા 7 વર્ષીય માસુમ બાળકનું થયું કરુણ મોત! થયું એવુ કે “ચાર રસ્તા…
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિગતે જણાવીએ.
આ અકસ્માતની ઘટના રાજકોટ શહેરના ગોંડલ રોડ અને કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર થી સામે આવી રહી છે જ્યા ધૂમ બાઇક સવારે રોડ ક્રોસ કરતાં બાળક સહિત ત્રણ વ્યકિતને ટક્કર મારી જેમાં બાળકનું સારવાર દરમિયાન જ મોત નિપજતાં પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે. શહેરના કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ગણેશ સોસાયટીમાં રહેતા હાજાભાઇ માંડાભાઇ જીલરીયા (ઉ.વ.53) તથા તેની પત્ની જયાબેન (ઉ.વ.50) અને રોનક દિપકભાઇ કાનગડ (ઉ.વ.7) આજે ઘર પાસે પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ બાઇક ચાલકે ટક્કરે લેતા તરતજ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા રોનકનું મોત નિપજતા પોલીસે બાઇક સ્વાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
તેવીજ રીતે એક અન્ય અકસ્માત પણ સામે આવી રહ્યો છે જે કુવાડવા ગામમાં હાઇવે પર બન્યો હતો જ્યાં કોઇ ટ્રક ઉભો હોઇ તેની નીચે રામપર બેટી ગામે રહેતાં અને કચરો વીણવાની મજૂરી કરતાં મેઘાભાઈ લાલાભાઇ ભાટી (ઉ.વ.45) સુઇ ગયા હતાં. આ અંગે ટ્રક ચાલક અજાણ હોઇ તેણે ટ્રક ચાલુ કરી હંકારી મુક્યો હતો અને જેમાં નીચે સુતેલા મેઘાભાઇના માથા પર વ્હીલ ફરી વળતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના PSI જે. કે.પાંડાવદરાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.