રાજકોટ: ધો.10માં ભણતી દીકરીએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ! મૃતકના પિતાને સ્કૂલના મંત્રીએ ફોન કરી કહ્યું, તમારી દીકરી..કારણ?

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક ધો.10ની એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો લગાવી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આવો તમને આ ધ્રુજાવી દેતી આપઘાતની ઘટના વિગતે જણાવીએ.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે આપઘાતની હચમચાવી દેતી આ ઘટના રાજકોટના વિંછીયાના અમરાપરમાંથી સામે આવી રહી છે જ્યાં આવેલ મંત્રી કુંવરજી બાવળીયાની આદર્શ સ્કૂલમાં ધો.10ની કાજલબેન મુકેશભાઈ જોગરાજીયા સોમવાર રાત્રીના વિંછીયામાં આવેલ આદર્શ સ્કૂલ કેમ્પસમાં એક વૃક્ષ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આમ જેની જાણ શાળાના આચાર્ય અને અન્ય લોકોને થતાં તરત દોડી જઇ વિદ્યાર્થિને નીચે ઉતારી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ મામલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મૃતકના પિતા મુકેશભાઈ જોગરાજીયાએ જણાવ્યું હતું કે, ખુદ મંત્રી બાવળિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમની પુત્રીએ આત્મઘાતી પગલું ભર્યું છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, શાળાની શિક્ષિકા વાંક વગર તેને ઠપકો આપતાં હતાં. ત્યારે હાલ ભણતરના ભારથી આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આમ આ સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરી કાજલ ધોરણ-10મા અમરાપુર સંસ્થામાં અભ્યાસ કરતી હતી. મારે 4 સંતાન છે અને કાજલ બીજા નંબરની હતી અને તે ધોરણ-9થી સંસ્થામાં બે વર્ષથી અભ્યાસ કરતી હતી. મને ગત રાત્રે 10 વાગ્યા આસપાસ સંસ્થામાંથી ફોન આવ્યો હતો. પરંતુ ત્યારે હું સૂતો હતો એટલે ફોન ઊપડ્યો ન હતો. પછી 10 મિનિટ બાદ કુંવરજી બાવળિયાનો મને ફોન આવ્યો અને કહ્યું કે તમે વિંછીયા આવો તમારી દીકરીને દવાખાને લઈ ગયા છીએ. એ લોકો એમ કહે છે કે દોરી સાથે ગળેફાંસો ખાધો છે. એ લોકો સીધા વિંછીયા દવાખાને જ આવી ગયા હોવાથી અમે સીધા દવાખાને જ ગયા હતા. ત્યાં જે કંઈ બન્યું હોય પણ અમારે અહિયાં તો કોઈ તકલીફ ન હતી. ભણવાની કોઈ ચિંતા હોય તેવું કંઈ હતું નહીં.

આ આપઘાતની જાણ પોલીસને થતા તરતજ વિંછીયા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા વિદ્યાર્થિનીનું નામ કાજલ મુકેશભાઇ જોગરાજીયા હોવાનું અને અત્રે હોસ્ટેલમાં જ રહેતી હોવાનું તેમજ ધો.10મા અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થિની જસદણ-વિંછીયા પંથકની જ હોવાનું અને બનાવ બાદ તેનાં માતા-પિતાને જાણ કરાઇ હતી આ ઉપરાંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસે તજવીજ કરી હતી. બનાવના પગલે અહીં રહેતા વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી. ત્યારે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *