રાજકોટ:ધોરણ 12 માં ભણતી વિદ્યાર્થીનીએ એસિડ પીયને જીવન ટૂંકાવી લીધું! કારણ એવુ સામે આવ્યું કે જાણી તમારા હોશ ઉડી જશે.

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ એસિડ ગટગટાવી જીવન ટુંકાવ્યું છે. આમ તેની પાછળનુ કારણ જાણી તમે પણ દંગ રહી જશો. આવો તમને વિગતે જણાવીએ.

આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના જણાવીએ તો ભાવનગર રોડ પર ઠેબચડા ગામે રહેતી રાજકોટ શહેરમાં રાષ્ટ્રીયશાળામાં આવેલી રમેશભાઈ છાયામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી અંકિતા સોમદેવભાઈ વાછાણી (ઉ.વ.18)ને ગઇકાલે પિતા સોમદેવભાઈએ સ્કૂલે મોબાઈલ લઈ જવાની ના પાડી હતી અને તે બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબતનું પુત્રી અંકિતાને માઠું લાગી આવતા આજે સવારે એસિડ ગટગટાવી ઢળી પડી હતી.

આમ જે બાદ તરતજ પરિવારના લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આમ જે બાદ સમગ્ર પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. તો વળી આ સાથે વધુમાં જણાવીએ તો મૃતક અંકિતા એક ભાઈ અને એક બહેનમાં મોટી હતી. આ બનાવ અંગે અંકિતાના પિતા સોમદેવભાઈએ જણાવ્યું હતુ કે અમારા ગામમથી 20 દીકરીઓ અપડાઉન કરી સ્કૂલે જાય છે.

આમ ગઇકાલે સ્કૂલના શિક્ષકનો ફોન આવ્યો હતો કે પુત્રી પાસેથી મોબાઈલ મળ્યો છે. સ્કૂલમાં ફોન લઈ આવવાની મનાઈ છે. જેથી પુત્રી પાસેથી ફોન લઈ લીધો હતો. સાંજે ઠપકો આપ્યો હતો. બીજા દિવસે હું ખેતીકામ કરવા વાડીએ ગયો હોય ત્યારે પુત્રીએ આપઘાત કરી લીધો હતો. આમ આ પહેલા પણ સુરતમાં મોબાઈલને કારણે એક 15 વર્ષના છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *