રાજકોટ: પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, પિતાએ જણાવ્યું કે…જાણો વિગતે
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. ત્યારે હાલનિજ વાત કરું તો અમદાવાદમાં એક પોલીસકર્મીએ તેના ત્રણ વર્ષના બાળક સહીત પત્ની સાથે આપઘાત કર્યો હતો અને તેવમાં આ નવો બનાવું સામે આવું રહ્યો છે જેમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ. જોકે હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ આપઘાતના પ્રયાસની ઘટના રાજકોટ માંથી સામે આવી રહી છે જ્યા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પ્રકાશ પારધી નામના પોલીસ કોન્સ્ટેબલ આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ખાતે પોતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ઝેરી દવા પી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારને જાણ થતા તુરંત તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ઇમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલી રહી છે.
હજી તો અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે પોતાના પરિવાર સાથે કરેલ આપઘાતના નિશાન હજુ તો ભુસાયા પણ નથી અને ફરી એક આપઘાત કરવાનો પ્રયાસનો નવો મામલો સામે આવી રહ્યો છે. આમ વાત કરીએ તો પ્રકાશ પારધીના પિતા દેવજીભાઈએ જણાવ્યું હતું કે, પ્રકાશના અગાઉ લગ્ન થયા હતા પરંતુ તેની પત્ની બે મહિના જેટલો સમય જ સાસરિયામાં વિતાવ્યો હતો. ત્યારબાદ તે પોતાના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાંથી પરત નહોતી આવી. સમગ્ર મામલે પતિ પત્નીના છૂટાછેડા પણ આજથી બારેક મહિના અગાઉ થઈ ચૂક્યા હતા. આજે જ્યારે પ્રકાશે દવા પીધી ત્યારે પણ તે ટેન્શનમાં હતો. દવા પીધા પૂર્વે તેણે કોઈ સ્ત્રી સાથે વાતચીત પણ કરી હતી. સંભવત તેણે પોતાની પૂર્વ પત્ની જોડે વાતચીત કરી હોઈ શકે છે.
પ્રકાશના ભાનમાં આવ્યા બાદ થોરાડા પોલીસ દ્વારા તેનું નિવેદન પણ નોંધવામાં આવશે. જે બાદ સ્પષ્ટ થશે કે આખરે શા માટે પ્રકાશે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં પોલીસ જવાને સહ પરિવાર આપઘાત કર્યા બાદ બાદ રાજકોટમાં પણ પોલીસ જવાને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ વિભાગમાં એક ચર્ચાનું વાતાવરણ ઊભું થયું છે.