રાજકોટ:- ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો ! ગળાફાંસો ખાવાનુ કારણ…

આજકાલના આ જમાનામાં આપણા દેશમાં આત્મહત્યા થવાના ઘણા બનાવો જોવા મળે છે..વ્યક્તિ જ્યારે દુઃખ સહન કરવાની ચરમસીમા એ પહોંચી જાય ત્યારે આ વસ્તુ જોવા મળે છેઆવ જ એક બનાવ રાજકોટમાં જોવા મળ્યો છે..શુ છે સમગ્ર ઘટના ચાલો જાણીએ…

આત્મીય કોલેજમાં ફાર્મસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો 21 વર્ષનો ચિરાગ ચૌહાણ મૃતક 1 ભાઈ અને 1 બહેનમાં મોટો હતો.તે અભ્યાસની સાથે સાથે સરકારી ભરતી પરિક્ષાની પણ તૈયારી કરતો હતો તે પરિવારમાં આ માટે તે દરરોજ બપોરે જમીને તેના ઉપરના રૂમમાં જતો રહે અને પોતાના રૂમમાં પરિક્ષાની તૈયારી માટે રીડિંગ કરતો હોય છે,પરંતુ ગઈકાલે બપોરે એવું કંઈક બન્યું જે જાણીને પગ નીચેથી જમીન સરકી જાય તેવું છે..તેમના પિતા ગોપાલભાઈ જે વ્યવસાયે કડિયા કામ કરે છે તેઓ આ અંગે જણાવે છે કે તે ગઈકાલે રોજની જેમ તે જમીને ઉપરના રૂમમાં રીડિંગ માટે જતો રહ્યો હતો. સાંજના સમયમાં ચાર વાગ્યાની આસપાસ તેમના પિતાને ઉપરના રૂમમાં કંઈક કામ હોવાથી તેઓ ઉપર ગયા,જોયું તો રૂમનો દરવાજો બંધ હતો,એમણે ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળવાથી કે દરવાજો ન ખોલવાથી દીકરો સુતો હશે તેવું માની તેના પિતા નીચે પાછા આવી ગયા.. પરંતુ પંદરેક મીનીટના સુમારે તેઓએ પાછા ઉપર જઈને દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન આવતા એમને કંઈક અજાણી ઘટના થયાની શંકાએ તેમણે ગ્રીલ વાળી બારી ખોલીને જોયું તો ચિરાગ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો ,આ દૃશ્ય જોતા પિતાએ તાત્કાલિક આસપાસના લોકોને અને ઘરના સભ્યોને બોલાવી બારીની ગ્રીલ તોડાવી અને અંદરથી દરવાજો ખોલી જોયુ તો ચિરાગે સાડીનો ગળાફાંસો બનાવી તેની સાથે લટકી ગયાની હાલતમાં જોવા મળ્યો હતો.

ત્યારબાદ તાત્કાલિક તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં બેભાન હાલતમાં દાખલ કરાયો હતો.ત્યાં ફરજ પર હાજર ડૉકટરે એને તપાસી અંદાજે સાંજે 7-10 કલાકે ચિરાગને મૃત જાહેર કર્યો હતો અને આ ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચૌહાણ પોતાની ટિમ સાથે હોસ્પિટલે દોડી આવ્યા હતા અને અમુક જરૂરી કાગળ- કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

જોકે પોલીસના ઔક રિપોર્ટ મુજબ ચિરાગના આપઘાત પાછળનું કારણ એમના પરિવારજનો જાણી શક્યા નથી એવું જાણવા મળ્યું છે જોકે હાલ આ ઘટનાથી તેમના સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *